પાબ્લો એસ્કોબારથી એલ મેંચો: દુનિયાના એવા 5 ડ્રગ માફિયા, જેની સામે અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર બની! | Top 5 Most Notorious Drug Lords After Mexico’s El Mencho Killed: El Chapo to Pablo Escobar

![]()
Drug Dealer El Mencho Murder Mexico : મેક્સિકોની સિક્ટોરિટી ફોર્સે દેશના સૌથી મોટા ડ્રગ માફિયા એલ મેંચોને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ કારણે અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. ત્યારબાદ મેક્સિકોમાં ભારતીય દુતાવાસે ભારતીયોની સુરક્ષાને ધ્યાને રાખીને એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકા ઘણા સમયથી મેક્સિકો પર ડ્રગ્સની તસ્કરી રોકવા માટે દબાણ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં મેંચોની મોતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ડ્રગ માફિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે, પરંતુ મેંચો સિવાય પણ વિશ્વમાં ટોપ-5 ડ્રગ માફિયાઓ છે, જેમની અનેકવાર ચર્ચાઓ થઈ ચુકી છે. તો જાણીએ તે ટોપ-5 ડ્રગ માફિયા કોણ છે?
ડ્રગ ડીલર એલ ચાપોની કહાની
આપણે સૌથી પહેલા વાત કરીશું વિશ્વના સૌથી ખતરનાક શાતિર ડ્રગ માફિયા એલ ચાપોની… જે જેલમાં હતો છતાં વિશ્વભરમાં દહેશત ફેલાવતો. તેનું આખું નામ જોઆક્કિન આર્કિવાલ્ડો એલ ચાપો છે અને તે વિશ્વભરમાં ડ્રગ લોર્ડ નામથી ઓળખાય છે. મેક્સિકોના સિલાનોઆ શહેરમાં ચાર એપ્રિલ-1957ના રોજ એલ ચાપોનો જન્મ થયો. તેનો પિતા ગાંજો અને અફીણની ખેતી કરતો હતો એટલે કે જન્મ થતાં જ તેનો બાપના ડ્રગ કારોબાર સાથે સંબંધ જોડાઈ ગયો હતો. તે પોતાની પિતા સાથે ખેતીમાં કામ કરતો, તે નાનપણથી જ વિશ્વનો શહેનશાહ બનવાનો સપનું દેખતો હતો. તે ઈચ્છતો હતો કે, ડ્રગનો કારોબાર માત્ર મેક્સિકો પુરતો નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાય. તેણે 1998માં સિનાલોઆ નામથી પોતાનું ડ્રગ કાર્ટેલ એટલે કે એવું સંગઠન તૈયાર કર્યું હતું, જેનું અમેરિકા સહિત આખા યુરોપમાં નેટવર્ક ફેલાયેલું હતું.
પાબ્લો એક્સોબાર પણ ડ્રગ લોર્ડ
હવે વાત કરીશું કોલંબિયાના ડ્રગ્સના સૌથી મોટા સૂત્રધાર પાબ્લો એસ્કોબારની… જે વિશ્વનો સૌથી મોટો લોર્ડ મનાતો હતો. તે શરૂઆતમાં ‘કોકીનનો બાદશાહ’ તરીકે ઓળખાતો હતો. જોકે બાદમાં તે તમામ ડ્રગ્સનો ડીલર બની ગયો. પહેલી ડિસેમ્બર-1949ના રોજ તેનો જન્મ થયો હતો. ફોર્બ્સે 1989માં તેને વિશ્વનો સાતમો સૌથી મોટો અમીર જાહેર કર્યો, તેની અંદાજીત સંપત્તિ 30 અબજ અમેરિકન ડૉલર હતી. તેણે 1989માં કોલંબિયાના રાજકારણમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં સરકારે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી અને બે ડિસેમ્બર-1993માં તેને એક છત પર ઠાર કરી દેવાયો હતો.
ડ્રગ ડીલર અમાડો કૈરિલો
મેક્સિકોના ડ્રગ તસ્કરોની લિસ્ટમાં અમાડો કેરિલો પણ કુખ્યાત છે. કેરિલો અન્ય ડ્રગ ડિલર્સની તુલનાએ ચાર ઘણો વધુ કોકેઈન અમેરિકા ઘુસાડતો હતો. તેણે ડ્રગ્સ કારોબાર થતી 25 અબજ ડૉલરથી વધુની સંપત્તિ ભેગી કરી. તે આકાશનો સ્વામી તરીકે ઓળખાતો હતો, કારણ કે તે કોલંબિયાઈ કોકેઈનને મેક્સિકોના જુદા-જુદા એરપોર્ટ સુધી પહોંચાડાવા માટે જેટ વિમાનનો ઉપયોગ કરતો હતો. તે ગ્વાડાજારા કાર્ટેલનો સભ્ય હતો અને મિગુએલ એન્જલ ફેલિક્સ ગૈલાર્ડો માટે કામ કરતો હતો. તેનો જન્મ 1956 થયો હતો અને તેનું મોત 1997માં થયું હતું.
ડ્રગ લોર્ડની હત્યા કરી લીડર બન્યો ઓસિએલ કાર્ડેનાસ
મેક્સિકોનો વધુ એક ડ્રગ લોર્ડ ‘ઓસિએલ કાર્ડેનાસ ગુઈલેન’નો જન્મ 18 મે-1967માં થયો. તેણે શરૂઆતમાં મિકેનિકલ તરીકે કામ શરૂ કર્યુ હતું. પછી તે ગલ્ફ કાર્ટેલના ગેરકાયદે ડ્રગ વેપારમાં આવી ગયો. ત્યારબાદ તેણે 1997માં ડ્રગ લોર્ડ સલ્વાડોર ગોમેજ હેરેરાની હત્યા કરી અને નેતા બની ગયો. ગુઈલેનને મેક્સિકન સેનાની વિશેષ ફોર્સ યુનિટના કેટલાક સભ્યોને પોતાનામાં સામેલ કરી કાર્ટેલની સશસ્ત્ર શાખા બનાવી. 1999માં ગુઈલેન અને ગલ્ફ કાર્ટેલના બંદૂકધારીઓએ અમેરિકા વિરુદ્ધ મોરચો ખોલ્યો, ત્યારબાદ આ કાર્ટેલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ. ગુઈલેનની 2003માં મેક્સિકોમાંથી ધરપકડ કરાઈ.
સૌથી ક્રૂર ડ્રગ ડીલર જૉર્જ અલ્બર્ટો રોડ્રિગેજ
ડૉન ચોલિયો નામથી ઓળખાતો ‘જૉર્જ અલ્બર્ટો રોડ્રિગેજ’ ન્યૂયોર્કનો કુખ્તાત ડ્રગ તસ્કર હતો. તેનો જન્મ અર્જેન્ટીનામાં થયો હતો. તે કૈલી કાર્ટેલના વિખરાઈ ગયેલી સિક્રેટ ગેંગ અને 400 ગુનેગારોના સંગઠનનો લીડર હતો. તેના પિતા ગિલ્બર્ટો રોડ્રિગેજ ઓરેગુએલા કેલી કાર્ટેલનો લીડર હતો. જૉર્જ 12 વર્ષની ઉંમરે ડ્રગ્સના ધંધામાં આવ્યો, 14 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને પોતાના પિતાનો ગેરકાયદે ધંધો સંભાળવા લાગ્યો. તેણે છ વર્ષની અંદર જ કોલંબિયાથી અમેરિકાના લગભગ તમામ રાજ્યોમાં ડ્રગ્સની તસ્કરી કરી અને લગભગ 30 કરોડ અમેરિકન ડૉલરથી સંપત્તિ ઉભી કરી હતી. તે તમામ સરકારી એજન્સિઓથી બચવામાં માહિર અને ક્રૂર આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરોમાંથી એક હતો. તેની 6 જુલાઈ-1990માં ફ્લોરિડાના ટલ્લાહસ્સીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં આચરવા બદલ તેને 25 વર્ષની સજા સંભળાવાઈ હતી.



