दुनिया

ભારતીય મૂળના વકીલ નીલ કત્યાલ ટ્રમ્પ વિરુદ્ધ સુપ્રીમના ચુકાદાનું કેન્દ્ર બન્યા | Indian origin lawyer Neal Katyal becomes the focus of the Supreme Court’s ruling against Trump



– સુપ્રીમ કોર્ટનો ચુકાદા બંધારણીય સિમાચિહ્ન : કત્યાલ

– સુપ્રીમ કોર્ટનો ચુકાદો હંમેશ માટે પ્રમુખોના અધિકારો, શક્તિના વિભાજન અંગે હતો, પ્રમુખ ટ્રમ્પ અંગે નહોતો

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ખતમ કરવાનો અમેરિકન કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચૂકાદા પાછળ અમેરિકાના પૂર્વ કાર્યકારી સોલિસિટર જનરલ નીલ કત્યાલનું ભેજું છે. ભારતીય મૂળના વકીલ કાત્યાલની દલીલોએ સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરીફની હવા કાઢી નાંખી હતી. પ્રમુખ ટ્રમ્પના ૧૯૭૭ના આઈઈઈપીએના ઉપયોગ વિરુદ્ધ દલીલો કરી હતી.

ભારતીય મૂળના વકીલ નીલ કત્યાલે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પે લગભગ દરેક ટ્રેડિંગ પાર્ટનરના સામાન પર ખોટો, ગેર બંધારણીય ટેક્સ નાંખ્યો છે. સુપ્રીમના ચૂકાદા બાદ નીલ કત્યાલે કહ્યું કે, આજે અમેરિકા સુપ્રીમ કોર્ટ કાયદાના રાજ અને દરેક જગ્યાએ અમેરિકનો માટે ઊભું છે. કોર્ટનો સંદેશો ઘણો  સરળ હતો કે પ્રમુખ શક્તિશાળી હોય છે, પરંતુ આપણું બંધારણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે. અમેરિકામાં માત્ર કોંગ્રેસ જ અમેરિકન લોકો પર ટેક્સ લગાવી શકે છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાને બંધારણીય સિમાચિહ્ન ગણાવતા તેમણે કહ્યું કે, અમેરિકન સુપ્રીમ કોર્ટે આપણને એ બધું જ આપ્યું જે આપણે કાયદાકીય કેસમાં માગ્યું હતું. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો હંમેશ માટે પ્રમુખોના અધિકારો અંગે હતો, પ્રમુખ અંગે નહીં. આ હંમેશા શક્તિના વિભાજન અંગે રહ્યો છે, તે સમયના રાજકારણ અંગે નહીં. મને એ જોઈને આનંદ થયો છે કે ૨૫૦ વર્ષથી આપણી સરકારનો પાયો રહેનારી આપણી સુપ્રીમ કોર્ટ આપણા મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરી રહી છે.

ભારતીય મૂળના નીલ કત્યાલના માતા-પિતા ભારતથી અમેરિકા ગયા હતા. તેમના માતા ડોક્ટર છે અને પિતા એન્જિનિયર. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. કત્યાલે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને અમેરિકન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લર્કનું કામ કર્યું. વર્ષ ૨૦૧૦માં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેમને પોતાના કાર્યકારી સોલિસિટર જનરલ બનાવ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં ૫૦થી વધુ કેસ લડયા છે, જે કોઈપણ લઘુમતી વકીલ માટે એક રેકોર્ડ છે.

રમકડાંની કંપનીના રીક વોલ્ડનબર્ગે સુપ્રીમમાં પ્રમુખ ટ્રમ્પને પરાસ્ત કર્યા

અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા ત્યારથી રિક વોલ્ડનબર્ગ નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. રમકડાં બનાવતી એક કંપની ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ટ્રમ્પના ટેરિફના માર અને સપ્લાય ચેઈનની અનિશ્ચિતતા વચ્ચે લર્નિંગ રિસોર્સીસના સીઈઓ રિક વોલ્ડનબર્ગે આ ઐતિહાસિક કાયદાકીય લડાઈનું નેતૃત્વ કર્યું છે. રિક વોલ્ડનબર્ગે ટ્રમ્પ સરકારના આઈઈઈપીએ કાયદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, આ નીતિઓ મોટી કંપનીઓ માટે નહીં પરંતુ એવા મધ્યમ વર્ગીય ઉદ્યોગો માટે કાળ છે, જે પેઢીઓથી ચાલી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફને પડકારનારા રિક વોલ્ડનબર્ગ શિકાગોમાં એક પારિવારિક ટોય કંપની ચલાવે છે.  તેમણે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, ટેરિફ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે જ્યારે મોટી કંપનીઓ લોબિંગ અને સંશાધનોના બળે પોતાને બચાવી લે છે.



Source link

Related Articles

Back to top button