दुनिया

‘હું જે ઈચ્છું તે કરી શકું છું’: ટેરિફ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા તેવર | Trump Slams SCOTUS: ‘I Can Do Whatever I Want’ After Court Blocks Global Tariffs



Donald Trump vs US Supreme Court On Global Tariff : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ દેશની સુપ્રીમ કોર્ટના જજો સામે મોરચો ખોલતા તેમને દેશદ્રોહી ગણાવ્યા છે. 20 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર સ્ટે આપ્યા બાદ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ યોજીને આકરી પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે અને કોર્ટના કેટલાક સભ્યો પર તેમને શરમ આવે છે.

કોર્ટના નિર્ણયને ગણાવ્યો નિરાશાજનક

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અત્યાર સુધી તેઓ કોર્ટને નારાજ ન કરવા માટે ખૂબ જ સંભાળીને ડગલાં ભરી રહ્યા હતા, પરંતુ હવે તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોર્ટ વિદેશી શક્તિઓથી પ્રભાવિત થઈ છે અને જજોમાં દેશ માટે યોગ્ય નિર્ણય લેવાની હિંમત નથી. જોકે, તેમણે જસ્ટિસ થોમસ, એલિટો અને કેવેનોનો આભાર માન્યો હતો.

‘વિદેશીઓ આપણને લૂંટી રહ્યા છે’

ટ્રમ્પે દાવો કર્યો હતો કે, જે વિદેશી દેશો વર્ષોથી અમેરિકાને લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખૂબ ખુશ છે, પરંતુ તેમની આ ખુશી લાંબો સમય ટકશે નહીં. તેમણે ડેમોક્રેટ્સ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ એવી દરેક વસ્તુની વિરુદ્ધ છે જે અમેરિકાને મજબૂત અને મહાન બનાવે છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગઈ, હવે વધુ 10% ટેરિફ ઝીંકીશું: ચુકાદા બાદ ટ્રમ્પ ભડક્યા

જજોને ગણાવ્યા દેશદ્રોહી અને બંધારણ પ્રત્યે બિનવફાદાર

પોતાના સંબોધનમાં ટ્રમ્પે જજોને દેશ માટે અપમાનજનક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક જજ માત્ર ‘RINO’ અને રેડિકલ-લેફ્ટ ડેમોક્રેટ્સના ચાપલૂસ બની રહ્યા છે. ટ્રમ્પના મતે આ જજો દેશદ્રોહી છે અને અમેરિકાના બંધારણ પ્રત્યે વફાદાર નથી.

‘જજ ડરે છે અને સાચું કામ કરવા નથી માંગતા’

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, કોર્ટ એક એવા રાજકીય આંદોલનથી પ્રભાવિત છે જે વાસ્તવમાં ખૂબ નાનું છે. તેમણે પોતાની ચૂંટણી જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ભારે મતોથી જીત્યા છે, પરંતુ કોર્ટના કેટલાક જજ વિરોધીઓના અવાજથી ડરે છે અને તેથી જ તેઓ સાચો નિર્ણય લેવા માંગતા નથી.

આ પણ વાંચો : ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપનારા જજો પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ‘લડાઈ ચાલુ રાખીશું’



Source link

Related Articles

Back to top button