दुनिया

એલિયન્સનું ખરેખર અસ્તિત્વ છે ? ટૂંક સમયમાં જ જવાબ મળશે : ET, અને UFO વિષેની ફાઈલ્સ જાહેર કરવા પ્રમુખ ટ્રમ્પનો આદેશ | Do aliens really exist The answer will be known soon:Trump orders the release of files on ET and UFO



– ટ્રમ્પનાં પુત્રવધુએ કહ્યું : ટૂંક સમયમાં મારા શ્વસુર તે અંગે કહેશે

– બારાક ઓબામાએ કહ્યું હતું કે એલિયન્સનું અસ્તિત્વ છે જ : સાથે સ્પષ્ટતા કરી હતી કે તેમણે તે જોયા નથી : ઉપરાંત ‘એરિયા-51’ની વાત હસી કાઢી હતી

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે તેમણે પેન્ટાગોન અને અન્ય એજન્સીઓને એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ્સ (પૃથ્વી બહારના જીવો) તથા યુએફઓનાં (અજ્ઞાન, ઉડ્ડયન પદાર્થો) વિષેની તમામ ફાઈલો સહિતની માહિતી જાહેર કરવા જણાવી દીધું છે કારણ કે જનસામાન્યને, તેમાં છેલ્લા કેટલાક સમયથી ઘણો જ રસ જાગ્યો છે.

આ પૂર્વે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એવાં વિધાનો કર્યાં હતાં કે એલિયન્સનું અસ્તિત્વ છે જ. પરંતુ તે જોયા નથી. તે સાથે તેઓએ નેવાડા સ્થિત એક તળાવ પાસે રચવામાં આવેલા મજબૂત વિશાળ મકાન એરિયા ૫૧ તરીકે ઓળખાય છે. તે અંગેની વાત હસી કાઢતાં કહ્યું હતું કે ‘ના, તેવું કશું નથી’ (જો કે નક્કર વાસ્તવિક્તા તે છે કે તે એરિયા ૫૧ની આસપાસ ૨ કિ.મી. સુધી કોઇને પણ પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે. સિવાય કે ફેડરલ ગર્વનમેન્ટ માન્ય વિજ્ઞાનીઓ અને ટેક્નિશ્યનો)

તે જે હોય તે પરંતુ ઓબામાનાં આ વિધાનોએ વિવાદ ચક્રવાત ઊભો કરી દીધો છે. તેઓએ કહ્યું હતું કે આ અપરિમેય બ્રહ્માંડમાં આપણે એકલા જ હોઈએ તેવું બની જ કેમ શકે ?

દરમિયાન પ્રમુખ ટ્રમ્પનાં પુત્રવધુ લારા ટ્રમ્પે પોડકાસ્ટ ઉપર જણાવ્યું હતું કે પ્રમુખ યોગ્ય સમેય નિવેદન કરશે. તે નિવેદનની સ્પીચ પણ તૈયાર છે. લારા ટ્રમ્પનાં આ નિવેદને વ્હાઇટ હાઉસ જ નહીં સમગ્ર અમેરિકાને આંચકો આપી દીધો છે. આ વિષે પ્રમુખનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટ્રેએ હાસ્ય સાથે કહ્યું હતું કે એલિયન્સ અંગે પ્રમુખ નિવેદન કરશે તે વાત જ મારા માટે તો નવા સમાચાર સમાન છે.

વાસ્તવમાં યુએફઓ અંગે દાયકાઓથી વાતો તો વહી જ રહી છે પરંતુ ૨૦૧૭માં પેન્ટાગોનના અને ફેડરલ ગવર્નમેન્ટના અધિકારીઓએ આ અનસાઈટેન્ટીફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (યુએફઓઝ) વિષેના વિડીયો જેવી એ ન્યૂયોર્ક ટાઈમ્સ અને પોલિટિકોને દર્શાવ્યા ત્યારથી તે અંગે રસ ઘણો જ જાગ્યો છે.

તે ઉપરાંત મે ૨૦૨૨માં ૫૦ વર્ષમાં પહેલી જ વાર યુએફઓ અંગે કોંગ્રેસે હીયરિંગ કર્યું હતું. તે સમયે રાત્રીના આકાશમાં લીલા ત્રિકોણો દેખાયા હતા. તે માટે અધિકારીઓએ તેમ કહ્યું હતું કે તે ડ્રોન્સ હશે.

છેવટે જુલાઈ ૨૦૨૨માં જુ પેન્ટાગોને ઓલ ડોમેઇન એનોઓલી રીઝોલ્યુશન ઓફીસ સ્થાયી જેમાં યુએફઓ દેખાવા વિષેની માહિતીઓનું વિશ્લેષણ કરવામાં આવતું હતું. ૨૦૨૩માં તે સંસ્થાના ડીરેક્ટર ડૉ. સીન કર્કપેટ્રિકે કહ્યું હતું કે મને હજી યુએફઓ અંગે નક્કર પુરાવા મળ્યા નથી.

૧૮ પાનાનો અનક્લાસિફાઇડ રીપોર્ટ કોંગ્રેસ સમક્ષ જૂન ૨૦૨૪માં જ રજૂ કરાયો હતો. જેમાં ૪૮૫ જેટલી ન સમજાય તેવી આકાશી ઘટનાઓનો ઉલ્લેખ હતો. જે પૈકી ૧૧૮ તો બલુન્સ, પક્ષીઓ અને અન-મેન્ડ એરિયલ સીસ્ટમ્સની ઘટનાઓ હતી તેમ જાણવા મળ્યું છે. પરંતુ તે સિવાયની ૩૬૭ ઘટનાઓ અંગે તે રીપોર્ટ મૌન સેવે છે.

એવો પણ આક્ષેપ થાય છે કે સરકાર જાણી જોઇને તે ઘટનાઓ છુપાવે છે. એરિયા-૫૧નાં વિશાળ મકાનમાં એલિયન્સના મૃતદેહો વિશાળ ફ્રીઝમાં જાળવી રખાયા છે. જો કે તે અંગે સરકાર તદ્દન મૌન છે. પ્રશ્ન તે છે કે તો પછી મકાન ફરતે આટલો જાપ્તો કેમ છે ?

તે જે હોય તે પરંતુ યુએફઓના પ્રશ્ને ઉડતી રકાબી ની જેમ જ પ્રશ્ન ચકરાવે ચઢ્યો છે. એક વિધાન તેવું પણ છે કે ભાવિ મહામારી કે ભાવિ મહાયુદ્ધ પહેલાં પૃથ્વી પરના માનવીઓને ચેતવવા પરગ્રહ કે દૂરની નિહારિકાઓ કે આકાશગંગાઓમાં રહેલા ગ્રહો ઉપરથી અત્યંત મેઘાવી જીવો પૃથ્વી સુધી આવી. પૃથ્વી વાસીઓને ચેતવે છે કે એક મત એવો પણ છે કે આ યુએફઓ ગુરૂ અને શનિના ઉપગ્રહો જે પૃથ્વી જેટલા છે. ત્યાં વસતા મેઘાવી જીવો પૃથ્વીવાસીઓને ચેતવવા આવે છે.



Source link

Related Articles

Back to top button