दुनिया

મધ્યપૂર્વમાં હજી પારો ઊંચે જશે : ઇરાનની સાથે રશિયા જોડાયું : બંનેની નેવી ડ્રીલથી ટ્રમ્પ ધૂંધવાયા | temperature will rise further in Middle East: Russia joins forces with Iran



– ઇરાન અને રશિયાનો યુદ્ધઅભ્યાસ એવે સમયે થઇ રહ્યો છે કે જ્યારે અમેરિકી યુદ્ધ જહાજો ત્યાં પહેલેથી જ પહોંચી ગયાં છે

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તનાતની પછી હવે તણાવ ચરમ સીમા તરફ પહોંચતો દેખાઈ રહ્યો છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે ઓમાન સાગર અને ઉત્તરી હિન્દ મહાસાગરમાં ઇરાન અને રશિયા સાથે મળી, સંયુક્ત યુદ્ધાભ્યાસ કરવાના છે. બંને દેશોનું આ પગલું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતાઓ વધારી રહ્યું છે. તેઓએ પહેલેથી જ પ્રચંડ વિમાન વાહક જહાજ અને તેની સાથેનાં અન્ય યુદ્ધ જહાજો મધ્યપૂર્વમાં ગોઠવતું જાય છે. મંગળવારે, તેણે ૨૪ કલાકમાં ૫૦થી વધુ ફાઈટર જેટ્સ પણ મોકલી દીધાં છે. ઇરાનની અર્ધસરકારી ફાર્સ ન્યૂઝ એજન્સીએ ચેક રીપોર્ટમાં જણાવ્યું છે કે ઇરાન અને રશિયા, ગુરૂવારે ઓમાન સાગર અને ઉત્તર હિન્દ મહાસાગરમાં નેવી ડ્રીલ કરશે. થોડા દિવસો પૂર્વે ઇરાની રીવોલ્યુશનરી ગાર્ડઝ દ્વારા પણ લશ્કરી કવાયત કરવામાં આવી હતી.

ઇરાનના નેવી કમાન્ડર હસન મધસુદલુએ કહ્યું હતું કે આ નેવી ડ્રીલનો હેતુ બંને દેશો વચ્ચે તાલમેલ વધારવાનો છે. વાસ્તવમાં તે તાલમેલ સમુદ્રી સુરક્ષા સામે ખતરો ઉભો કરનારી ગતિવિધિઓનો મુકાબલો કરવા માટે છે. સાથે સમુદ્રી આતંકવાદનો સામનો કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઇરાન રશિયા યુદ્ધાભ્યાસ તેવા સમયે થઇ રહેવાનો છે કે જ્યારે અમેરિકાનો યુદ્ધ જહાજો પહેલેથી જ મધ્યપૂર્વ તૈનાત છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાએ ૫૦થી વધુ ફાઈટર જેટ્સ તૈનાત કરી દીધાં છે.

તેવે સમયે રશિયન ફેક્ટર પણ આવતાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે. પારો ઊંચે ચડતો જાય છે. ક્યારે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી.



Source link

Related Articles

Back to top button