दुनिया

કોફી ઉત્પાદન કરતા ૨૫ દેશોને કલાયમેટ ચેંજનું જોખમ, વધુ ૪૭ દિવસ સુધી તાપમાન ઉંચું રહયું | 25 coffee producing countries at risk of high temp for another 47 days



નવી દિલ્હી,૧૮ ફેબુ્આરી,૨૦૨૬,બુધવાર 

કોફી માટે ઢોળાવવાળો અને ગરમી ઓછી હોય એવું સતત ઠંડું વાતાવરણ માફક આવે છે. દુનિયામાં કોફી ઉત્પાદન કરતા મોટા ભાગના વિસ્તારો વધુ ગરમીનો સામનો કરી રહયા છે આથી ઉત્પાદન પર વિપરિત અસર વધવાની શકયતા છે. કોફીની ઉત્પાદન ઘટવાથી કિંમત વધે  છે પરંતુ તેનો ફાયદો પાક ઉત્પાદક ખેડૂતોને મળતો નથી.

તાજેતરમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલ અનુસાર દુનિયામાં કોફી ઉગાડતા ૨૫ દેશો દર વર્ષે ગરમીના ૪૭ જેટલા વધુ દિવસોનો સામનો કરવા મજબૂર બન્યા છે. ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે દુનિયાની અડધી કોફીનું ઉત્પાદન ૨૫ દેશો કર્યુ છે જેમાં બ્રાઝિલ, વિયેતનામ, કોલંબિયા,ઇથોપિયા અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. વધતું જતું તાપમાન કોફીના પાક માટે પડકારજનક બની રહયું છે.

 વર્ષમાં ૫૭ જેટલા ગરમીના દિવસો વધારે રહયા જેમાં તાપમાન ૩૦ ડિગ્રી કરતા વધારે હતું. આ આંકડા કલાયમેટ સેન્ટ્રલ નામની એક સ્વતંત્ર એજન્સીએ બહાર પાડયા છે. કલાયમેટ સેન્ટ્રલ જળવાયુ પરિવર્તનો પર દુનિયાને જાગૃત કરવાનું કામ કરી રહી છે. કલાઇમેટ સેન્ટ્રલના જણાવ્યા અનુસાર જળવાયુ પરિવર્તન  કોફીના ઉત્પાદન અને ગુણવત્તા પર અસર પહોંચાડે છે. ગુણવત્તા બગડવાથી છેવાડાના ઉત્પાદકોને ખૂબ મોટું નુકસાન જાય છે.



Source link

Related Articles

Back to top button