દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ? | highest govt debt to gdp japan on top know about india position

![]()
Highest Govt Debt To GDP: વિશ્વના તમામ મોટા દેશો દેવાના ડૂંગર નીચે દટાયા છે અને તેનું એક મોટું ઉદાહરણ જાપાન છે. જાપાનની સરકાર પર દેવું સતત વધી રહ્યું છે અને દેવાદાર વિકસિત દેશોની યાદીમાં તે ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વભરના દેશો પરના વર્તમાન સરકારી દેવા અંગે જે આંકડા શેર કર્યા છે તે ચોંકાવનારા છે. તો ચાલો જાણીએ કે, અમેરિકા, ચીન અને ભારત પર GDPના મુકાબલે દેવું કેટલું છે.
નંબર-1 પર જાપાન
ટેક્નોલોજીનો ‘માસ્ટર’ દેશ જાપાન સૌથી વધુ સરકારી દેવાના બોજનો સામનો કરતા દેશોની યાદીમાં ટોચ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર ટ્રેન્ડિંગ ઈકોનોમિક્સ ના હવાલે શેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા જાઈએ તો દેશની જાપાનની સરકાર પર GDP કરતાં બમણું દેવું થઈ ગયું છે અને તે GDPના 237% જેટલું છે. તમને જણાવી દઈએ કે, જાપાનનો GDP લગભગ 4.2 ટ્રિલિયન ડોલર છે અને 2025 સુધીમાં તેનું દેવું 8.6 ટ્રિલિયન ડોલરથી વધુ હતું.
ટોપ-5માં અમેરિકા પણ સામેલ
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પર નજર કરીએ તો જાપાન પછી બાદ સૌથી વધુ દેવાના ડૂંગર નીચે દટાયેલો દેશ સિંગાપોર છે, જેનું સરકારી દેવું GDPના 173% છે. ત્યારબાદ ગ્રીસ પર 154%, ઈટાલીનું સરકારી દેવું GDPના 154% છે. ટોપ-5 દેવામાં ડૂબેલા દેશોમાં અમેરિકા પણ સામેલ છે અને અમેરિકન સરકારનું દેવું GDPના 124% સુધી થઈ ચૂક્યું છે.
બ્રિટન અને પોર્ટુગલ પર સમાન દેવું
GDPની તુલનામાં સરકારી દેવાનો બોજ આ ઉપરાંત અન્ય ઘણા દેશો પર પણ સતત વધી રહ્યો છે. ફ્રાન્સ પર (113%), કેનેડા પર (111%), બેલ્જિયમ પર (104%), સ્પેન પર (102%) અને પોર્ટુગલમાં તે 93.6% છે. ખાસ વાત એ છે કે બ્રિટનમાં પણ સરકારી દેવું GDPના 93.6% જ છે.
ચીનની તુલનામાં ભારત પર સરકારી દેવું ઓછું
જો ચીન અને ભારત વર્તમાન સરકારી દેવાની વાત કરીએ તો વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બ્રિટન બાદ યુદ્ધગ્રસ્ત યુક્રેન પર GDPના 89.8% દેવું છે, ત્યારબાદ ચીનનો નંબર આવે છે. ચીનનું સરકારી દેવું દેશના GDPના 88.3% છે. બીજી તરફ ભારતનું દેવું ચીનની તુલનામાં ઘણું ઓછું છે, ભારતનું વર્તમાન દેવું GDPના 81.9% છે.
આ પણ વાંચો: મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ
આ દેશો પર સૌથી ઓછું દેવું
સૌથી ઓછું દેવું ધરાવતા દેશોની યાદી જોઈએ તો તેમાં સ્વિત્ઝરલૅન્ડ ટોપ પર છે અને તેનું દેવું GDPના 15.7% જ છે. આ ઉપરાંત રશિયા પર પણ દેવું ઓછું છે, તેના પર GDPના 16.4% દેવું છે. એસ્ટોનિયા, બલ્ગેરિયા, તુર્કી અને સાઉદી અરેબિયા પર પણ ઘણું ઓછું દેવું છે.


