‘ઈરાન મામલે સંભાળીને રહેજો’, ચીનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, યુરોપને કરી ખાસ અપીલ | China Warns US Over Iran Tensions: Urges Caution and Appeals to Europe for Ukraine Peace

![]()
China On US-Iran Tensions and Russia-Ukraine War : મધ્ય તેમજ પશ્ચમ એશિયામાં પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે. યુરેનિયમ સંવર્ધનના પ્રશ્ને ઇરાન સાથે યુદ્ધ કરવા સુધીની કગાર ઉપર અમેરિકા આવી ગયું છે. તેણે ઇરાનને ડરાવવા સૈન્ય કાર્યવાહીની ધમકી આપી દીધી છે. જ્યારે ઇરાને પણ જરાયે નમતું જોખવાની ના કહી દીધી છે, ત્યારે અમેરિકા-ઈરાન વિવાદમાં હવે ચીનની એન્ટ્રી થઈ છે. ચીને ઈરાન મામલે અમેરિકાનો મહત્ત્વની સલાહ આપી છે.
અમેરિકા ઈરાનથી સાવધાન રહે : ચીન
બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીનના વિદેશ મંત્રીએ મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં કહ્યું કે, અમેરિકાએ ઈરાન મામલે સાવધાન રહેવું જોઈએ. ઈરાનની વર્તમાન સ્થિતીના કારણે આખા મધ્ય પૂર્વમાં અસર પડી છે. તેથી નવા વિવાદથી બચવું જોઈએ.
આ પણ વાંચો : ભારત સાથે કેવા રહેશે બાંગ્લાદેશના સંબંધો? જીત બાદ તારિક રહેમાનનું પહેલું નિવેદન
‘મધ્યસ્થી અને વાતચીતથી વિવાદ ઉકેલો’
વિદેશમંત્રી વાંગ યીએ બેઠકમાં કહ્યું કે, ‘અમેરિકાએ ઈરાન સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. આવી પરિસ્થિતિ સીધી જ મધ્ય પૂર્વની શાંતને અસર કરે છે. વિવાદને મધ્યસ્થા દ્વારા અને વાતચીત દ્વારા ઉકેલવી જોઈએ. નવા વિવાદો ઉભા કરવાના બદલે સાવધાનીથી કામ કરવું જોઈએ.’
‘યુરોપે માત્ર બહારથી જ યુક્રેનનો ઝઘડો ન જોવો જોઈએ’
ચીને યુક્રેન યુદ્ધ મામલે યુરોપ પર આકરા પ્રહારો કર્યા છે. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘યુક્રેનનું સંકટ જડમૂળથી ખતમ કરવું જરૂરી છે. યુરોપના દેશોએ યુક્રેનના ઝઘડાને માત્ર બહારથી ન જોવો જોઈએ. ચીન યુક્રેન મામલે યુરોપ અને રશિયા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સમર્થન કરે છે, પરંતુ યુરોપિયન યુનિયને સંકટનો નિવેળો લાવવા માટે પોતાની પહેલ રજુ કરવું જોઈએ.’
આ પણ વાંચો : ‘વિશ્વભરના દુશ્મનો આપણાથી ડરે છે’ એક દેશ પર કબજો કર્યા બાદ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી



