બાંગ્લાદેશની ચૂંટણીમાં BJPએ એક બેઠક જીતી? હકીકત જાણીને ચોંકી જશો | BJP Wins 1 Seat in Bangladesh Election Results 2026

![]()
Bangladesh Election Results 2026: બાંગ્લાદેશની ચૂંટણીમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી(BNP)એ બહુમતિથી જીત મેળવી છે. આ ચૂંટણીમાં BJPએ એક બેઠક જીતી હોય તો તમને કેવું લાગશે? આ જાણીને તમે ચોંકી જશો. પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. જોકે, આ ભારતની સત્તાધારી ભાજપ નથી. પરંતુ આ બાંગ્લાદેશ જાતીય પાર્ટી છે, જેનું શોર્ટફોર્મ BJP થાય છે. જેમાં બાંગ્લાદેશની BJPને ભારતની BJP સમજતાં સોશિયલ મીડિયામાં પર અનેક કોમેન્ટ્સ થઈ રહી છે.
બાંગ્લાદેશની ચૂંટણીમાં BJPએ એક બેઠક જીતી
બાંગ્લાદેશની ચૂંટણીમાં બાંગ્લાદેશ જાતીય પાર્ટી(BJP) માત્ર એકજ બેઠક જીતવામાં સફળ રહી છે. ત્યાં BJP તારિફ રહેમાનની BNPની સહયોગી પાર્ટી છે. BNPએ શુક્રવારે બાંગ્લાદેશમાં 209 બેઠક પર જીત મેળવી છે, ત્યારે બે દાયકા બાદ ફરી સત્તામાં આવી છે. જેમાં તારિફ રહેમાન બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બની શકે છે.
કેવી રહી ચૂંટણી?
BNPની સહયોગી પાર્ટી BJP અને અન્યએ ચાર બેઠક જીતી છે. આમ, આ ગઠબંધનમાં કુલ બેઠકની સંખ્યા 212 થઈ છે. BJPએ બારિસલ ડિવિઝનની ભોલા-1(સદર) વિધાનસભામાં જીત મેળવી છે. અહીંયા BJPના લિડર અંદાલીવ રહેમાન પાર્થો બીજી વખત જીત્યા છે. તેઓની આશરે 30 હજાર વોટથી જીત થઈ છે. જેમાં પાર્થોએ જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર નઝરુલ ઇસ્લામને હરાવ્યો છે. સત્તાવાર પરિણામ મુજબ, પાર્થોને 1,05,543 વોટ મળ્યા, જ્યારે જમાતના ઉમેદવારને 75,337 વોટ મળ્યા છે.
કોણ છે રહેમાન પાર્થો?
રહેમાન પાર્થોનો જન્મ 20 એપ્રિલ, 1974ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશી રાજકારણના યુવા ચહેરાઓમાંના એક છે. તેમણે 2008માં ભોલા-1 મતવિસ્તારમાંથી પહેલી ચૂંટણી જીતી હતી. તે સમયે, તેઓ બાંગ્લાદેશના સૌથી નાના વિપક્ષી નેતા અને સાંસદ હતા. પાર્થોના પિતા નઝીર રહેમાન મંઝૂર એક સ્વતંત્રતા સેનાની હતા, જેમણે 1971ના સ્વતંત્રતા યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાદમાં તેઓ મંત્રી અને ઢાકાના મેયર બન્યા હતા. વર્ષ 2001માં તેમણે બાંગ્લાદેશ જાતીય પાર્ટીની રચના કરી હતી.



