दुनिया

અમેરિકાની સાઉથ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના રેસીડન્સ કોમ્પ્લેક્ષમાં ગોળીબાર : 2ના મોત, 1 ઈજાગ્રસ્ત | Shooting at South Carolina State University residence complex in America: 2 dead 1 injured



– અમેરિકામાં ‘ગન-કલ્ચર’ અટકી શકે તેમજ નથી ?

– હજી સુધી ગોળીબાર કરનારની ઓળખ થઈ શકી નથી, ધરપકડ પણ થઈ નથી, યુનિવર્સિટીએ શુક્રવારે કલાસીઝ બંધ કરાવી દીધા

ઓરેન્જબર્ગ : અહીં આવેલી સાઉથ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના રેસિડેન્શ્યલ કોમ્પ્લેક્ષમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં બેનાં મોત થયા છે, જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ છે. ગુરૂવારે આ ઘટના બની ત્યારે તુર્ત જ કલાસીઝ બંધ કરાવી દેવાયા હતા. અને શુક્રવારે પણ બંધ રાખવામાં આવ્યા હતા. તેમ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

જોકે યુનિવર્સિટીના સત્તાવાળાઓ તે ગોળીબાર કરનારની ઓળખ મેળવી શક્યા ન હતા, કે તે પાછળનું કારણ પણ જાણી શક્યા નથી. હવે લો-એન્ફાર્સમેન્ટ એજન્સીઝે સમગ્ર યુનિવર્સિટી ફરતો ચોકી-પહેરો ગોઠવી દીધો છે તેમ જ તે દુર્ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.

આ ગોળીબારી પછી ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીઓને પ્રોફેસરો તથા અન્ય વરિષ્ટ સ્ટાફ મેમ્બર્સ સાંત્વના આપી શાંત કરતાં જોવા મળતા હતા.

તે સર્વવિદિત છે કે અમેરિકામાં એક યા બીજા સ્થળે સપ્તાહમાં એકાદ વખત તો ગોળીબારની ઘટના બનતી જ રહે છે. વાસ્તવમાં તે માટે અમેરિકામાં પ્રવર્તી રહેલું ‘ગન-કલ્ચર’ જ જવાબદાર છે, તેમ સહજ રીતે લાગે છે. વાસ્તવમાં ૧૮૧૨ ઇ.સ.થી અમેરિકી તંત્ર દક્ષિણ અને પશ્ચિમમાં આગળ વધ્યું પરંતુ તેમાં પૂરો સલામતી સ્ટાફ હતો નહીં. પરિણામે ટેક્સાસ, ન્યુ મેક્ષિકો, યુટાર જેવા રાજ્યોમાં તો પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે જે વિષે તેમ કહેવાતું કે, ‘હીયર મેન કેન સર્વાઈવ, બાય, રાઇડીંગ ફાસ્ટ, એન્ડ શુટિંગ ફાસ્ટર.’ ટૂંકમાં તે સમયથી ચાલી રહેલું ‘ગન-કલ્ચર’ વણથંભ્યું રહ્યું છે તે બંધ કરવાના પ્રયાસો ગનના વેપારીઓની પ્રચંડ લોબી નિષ્ફળ બનાવી રહી છે, ત્યાં ૨૪ ઈંચ કે તેથી વધુ માપ ધરાવતી ગન માટે લાઇસન્સ લેવાની પણ જરૂર નથી, ટૂંકમાં ઉજળું તેટલું દૂધ નથી.



Source link

Related Articles

Back to top button