‘ઈઝરાયલના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઇએ…’ અચાનક જ કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ? | Trump Slams Israel President Herzog Says “He Should Be Ashamed” After Netanyahu Meeting

![]()
Trump Slams Israel President Herzog: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝોગ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાતના એક દિવસ બાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિ હર્ઝોગની સીધી ટીકા કરતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં છેતરપિંડી, લાંચ અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપો હેઠળ કાનૂની કેસનો સામનો કરી રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન 2025થી નેતન્યાહૂ માટે માફીની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ટ્રમ્પે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ‘રાષ્ટ્રપતિની સૌથી મોટી શક્તિ માફ કરવાની છે, પરંતુ તેઓ તે કરી રહ્યા નથી. તેમને આ માટે શરમ આવવી જોઈએ.’
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની ‘ડબલ સેન્ચુરી’, 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત
ટ્રમ્પના નેતન્યાહૂ અંગે નિવેદન
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ પ્રશંસા કરી હતી અને તેમને યુદ્ધના સમયના સારા વડાપ્રધાન ગણાવ્યા હતા. જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું નેતન્યાહૂ સાતમી ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા માટે જવાબદાર છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘મને લાગે છે કે દરેક વ્યક્તિ અમુક અંશે જવાબદાર છે, પરંતુ આ એવો હુમલો હતો જેની કોઈએ આગાહી કરી ન હતી.’
જો કે, રાષ્ટ્રપતિ હર્ઝોગના કાર્યાલયે તરત જ પ્રતિક્રિયા આપી હતી અને સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પનો દાવો સાચો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માફી આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, કારણ કે આ મામલો ન્યાય વિભાગ દ્વારા સમીક્ષા હેઠળ છે અને કાનૂની અભિપ્રાય મળ્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.



