दुनिया

H-1B વિઝા અંગેનો ટ્રમ્પનો પ્લાન ફેલ, જંગી ફી છતાં અમેરિકન કંપનીઓ દ્વારા બમ્પર હાયરિંગ | Despite huge fees Trump fails to stop flow of H 1B visa holders



– અમેરિકન કંપનીઓ ફી વધારાને એડજસ્ટ કરવામાં સફળ રહી

– કંપનીઓ એચ-1બી કામદારને સરેરાશ  અમેરિકનની તુલનાએ 16 ટકા ઓછો પગાર ચૂકવતી હોવાના અહેવાલો

USA and H-1B Visa News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકનોની નોકરી છીનવી લેતા H-1B વિઝા વર્કરોના પ્રવાહને અટકાવવા માટે એક લાખ ડોલરની ફી તેના પર નાખી, પરંતુ આ ફી પણ H-1B વર્કરોના પ્રવાહને અટકાવી શકી નથી. આ બતાવે છે કે H-1B વિઝાની જંગી ફી સામે કંપનીઓએ કોઈ રીતે એડજસ્ટમેન્ટ કરીને પણ મોટાપાયા પર H-1B વર્કરોને લેવાનું ચાલું જ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે એચ-1બી વિઝા પર મોટાભાગે ભારતીયો જ અમેરિકા જાય છે. અમેરિકન ટેલેન્ટને પણ ભારતીયોને આ વિઝા દ્વારા હાયર કરવામાં વધુ રસ છે. જોકે ટ્રમ્પે લાખોમાં ફી ઝીંકી છતાં મોટાપાયે હાયરિંગ ચાલુ રહેતા આ ટ્રમ્પ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 

અમેરિકા સ્થિત નેશનલ બ્યૂરો ઓફ ઇકોનોમિક રિસર્ચના નવા અભ્યાસ મુજબ H-1B વિઝા માટે એક લાખ ડોલરની જંગી ફી કંપનીઓની H-1B વર્કરની માંગ પર અસર કરી શકી નથી. 

અર્થશાસ્ત્રી જ્યોર્જ બોર્જાસે ધ H-1B વેજ ગેપ, વિઝા ફી, કંપનીની માંગ પર પેપર લખ્યું છે.તેમણે જણાવ્યું હતું કે આ ફી વધારીને 1.50 લાખથી બે લાખ ડોલર કરવામાં આવે તો પણ H-1B વિઝા વર્કરોની માંગ પર કોઈ અસર નહીં પડે. તેમનું તારણ હતું કે અમેરિકામાં જન્મેલા કામદારોની તુલનાએ H-1B વર્કરોને ઓછું વેતન ચૂકવાય છે. સરેરાશ H-1B વર્કર સરેરાશ અમેરિકન ટેકનોલોજી વર્કર કરતાં 16 ટકા જેટલી ઓછી કમાણી કરે છે.જો કે H-1B વર્કરોને ચૂકવાતા વેતનનો આધાર કંપનીઓ પર છે. અમેરિકાની મહાકાય ટેક કંપનીઓ મેટા અને એપલH-1Bબી વર્કરોને 1.50 લાખ ડોલરની નજીક વાર્ષિક પગાર ચૂકવે છે. જ્યારે ભારતીય મૂળની આઇટી કંપનીઓ ઇન્ફોસિસ અને વિપ્રો 80000 ડોલર જેટલો વાર્ષિક પગાર ચૂકવે છે.

આ ઉપરાંત એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, એપલ અને ટેસ્લા જેવી કંપનીઓમાં H-1B અને અમેરિકન કામદારો વચ્ચેનો પગારનો તફાવત ઓછો છે. જ્યાર ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ જેવી ભારતીય કંપનીઓમાં આ તફાવત વધારે છે. 



Source link

Related Articles

Back to top button