दुनिया

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે | Jaahnavi Kandula Death Compensation: US to pay ₹262 Crore



USA Jaahnavi kandula Case :   અમેરિકામાં સિએટલપોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના પરિવારને ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ કરૂણ ઘટનામાં અમેરિકન સરકારે પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ભારતની 23 વર્ષીય જાહ્નવી કંડુલા સીએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી. જાન્યુઆરી 2023માં જ્યારે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે ડ્રગ ઓવરડોઝના કોલ પર જઈ રહેલા પોલીસ ઓફિસર કેવિન ડેવે તેને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે ઓફિસર નિર્ધારિત સ્પીડ લિમિટ કરતા ત્રણ ગણી વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

બોડી કેમેરા રેકોર્ડિંગ અને વિવાદ

આ કેસ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે અન્ય એક પોલીસ ઓફિસર ડેનિયલ ઓડરરની બોડી કેમેરા રેકોર્ડિંગ સામે આવી હતી. આ રેકોર્ડિંગમાં ઓફિસર હસતા હસતા જાહ્નવીના જીવનની કિંમતને ‘લિમિટેડ વેલ્યુ’ કહી રહ્યો હતો અને પ્રશાસનને ‘માત્ર એક ચેક લખી આપવા’ની સલાહ આપી રહ્યો હતો. આ ટિપ્પણીથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભારતીય રાજદ્વારીઓએ કડક તપાસની માંગ કરી હતી.

નૈતિક વિજય અને સેટલમેન્ટ

કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલા કરાર મુજબ, સિએટલશહેર વહીવટીતંત્ર આ આર્થિક વળતર આપવા સંમત થયું છે. શહેરના એટર્ની એરિકા ઇવાન્સે જણાવ્યું હતું કે જાહ્નવીનું મોત હૃદયદ્રાવક હતું અને આ વળતરથી પરિવારને કંઈક અંશે રાહત મળશે તેવી આશા છે. આ મામલે જવાબદાર ઓફિસરને અગાઉ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button