दुनिया

દક્ષિણ થાઇલેન્ડમાં ડે કેરમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ ઈજાગ્રસ્ત, એક આરોપીની ધરપકડ | Thailand Gunman opens fire at school many injured



Thailand Firing: થાઇલેન્ડમાં દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇમાં એક 18 વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો છે, સોંગખલા પ્રાંતની એક શાળામાં 18 વર્ષીય બંદૂકધારી યુવક શાળામાં બંદૂક લઈને પહોંચ્યો હતો. જ્યાં તેને બહેનને સજા આપનાર શિક્ષકને શોધવા એમ-4 ગનથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મહિલા કર્મચારીને બંધક બનાવી લીધી હતી.

દક્ષિણ થાઇલેન્ડના સોંગખલા પ્રાંતમાં બુધવારે એક બંદૂકધારીએ એક શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લોકો ઘાયલ થયા છે. અન્ય એક અધિકારીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બંદૂકધારીની અટકાયત કરવામાં આવી છે અને તેણે જે બંધકોને રાખ્યા હતા તે બધાને મુક્ત કરવામાં આવ્યા છે. પ્રાંતીય વહીવટીતંત્રે અગાઉ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે 18 વર્ષનો એક વ્યક્તિ હાટ યાઈ શહેરની પટોંગપ્રથંકીરીવાટ શાળામાં ઘૂસી ગયો હતો અને ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા.



Source link

Related Articles

Back to top button