दुनिया

કોણ છે શબાના મહેમૂદ? જે બની શકે છે યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા PM, PoK સાથે છે નાતો | who is shabana mahmood potential first muslim woman uk pm



Shabana Mahmood: બ્રિટનના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મર સામે એપસ્ટિન ફાઇલ વિવાદ અને આંતરિક વિરોધ વધતા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ તેજ બની છે. આ સ્થિતિમાં સૌથી વધુ જે નામ ચર્ચાઈ રહ્યું છે તે છે શબાના મહમૂદ. જો કીર સ્ટાર્મર રાજીનામું આપે, તો શબાના મહમૂદ બ્રિટનના પ્રથમ મુસ્લિમ મહિલા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચી શકે છે. હાલમાં તેઓ બ્રિટનના હોમ સેક્રેટરી(ગૃહ સચિવ) તરીકે કાર્યરત છે અને લેબર પાર્ટીના શક્તિશાળી નેતા ગણાય છે.

શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન

શબાના મહમૂદનો જન્મ બર્મિંગહામમાં થયો હતો અને તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના મીરપુર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તેઓ વ્યવસાયે બેરિસ્ટર રહી ચૂક્યા છે. વર્ષ 2010માં તેઓ બ્રિટિશ સંસદમાં ચૂંટાયા હતા અને પ્રથમ મહિલા મુસ્લિમ સાંસદોમાંથી એક બન્યા હતા. તેઓ કીર સ્ટાર્મરના નજીકના સાથી માનવામાં આવે છે અને પાર્ટીમાં જમણેરી વિચારધારા તરફ ઝુકાવ ધરાવે છે. ખાસ કરીને 2025માં હોમ ઓફિસ સંભાળ્યા બાદ તેમની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બની છે.

એપસ્ટિન વિવાદને કારણે લેબર પાર્ટીમાં ભંગાણના સંકેત

નેતૃત્વની આ ચર્ચાઓ પાછળનું મુખ્ય કારણ બ્રિટિશ સરકારમાં સર્જાયેલી કટોકટી છે. અમેરિકન ફાઇનાન્સર જેફરી એપસ્ટિન અને વોશિંગ્ટનમાં બ્રિટિશ એમ્બેસેડર પીટર મેન્ડલસન વચ્ચેના સંબંધો જાહેર થતા લેબર પાર્ટીમાં વિખવાદ વધ્યો છે. વડાપ્રધાનના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ રાજીનામું આપ્યું છે અને સ્ટાર્મરની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. આ સંજોગોમાં શબાના મહમૂદ વડાપ્રધાન પદ માટેના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો: એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા! ‘વાઈલ્ડ’ પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો

પીએમ પદની રેસમાં સૌથી આગળ

શબાના મહમૂદની નીતિઓ, ખાસ કરીને માઈગ્રેશન(સ્થળાંતર) અંગેના તેમના કડક વલણે તેમને ચર્ચામાં રાખ્યા છે. તેમણે કાયમી રહેઠાણ માટેના સમયગાળાને 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની દરખાસ્ત મૂકી છે, જેનો તેમની પોતાની જ પાર્ટીના અનેક સાંસદોએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે પોલીસ દળમાં ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીના ઉપયોગનું પણ સમર્થન કર્યું છે. અત્યારે બુકમેકર્સ અને રાજકીય વિશ્લેષકો તેમને વડાપ્રધાન પદની રેસમાં અગ્રેસર માની રહ્યા છે, જોકે એન્જેલા રેનર અને વેસ સ્ટ્રીટિંગ જેવા અન્ય નેતાઓ પણ આ રેસમાં સામેલ છે.


કોણ છે શબાના મહેમૂદ? જે બની શકે છે યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા PM, PoK સાથે છે નાતો 2 - image



Source link

Related Articles

Back to top button