સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય | baba vanga prediction global cash crisis gold silver prices

![]()
Baba Vanga Prediction : બાબા વેંગાનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું માનવામાં આવે છે કે બલ્ગેરિયાના આ ભવિષ્યવક્તાએ વિશ્વની મોટી ઘટનાઓની અગાઉથી આગાહી કરી હતી. અત્યારે જ્યારે દુનિયા મોંઘવારી, ચલણમાં ઉતાર-ચઢાવ અને ધીમા આર્થિક વિકાસ સાથે ઝઝૂમી રહી છે, ત્યારે ‘કેશ ક્રાઈસીસ’ (રોકડ સંકટ) અંગેની તેમની કથિત ભવિષ્યવાણીએ એક નવી ચર્ચા જગાવી છે.
બાબા વેંગાની રોકડ સંકટની ચેતવણી
બાબાની ભવિષ્યવાણીઓ મુજબ, બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી જ્યાં કાગળનું ચલણ (Paper Currency) તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે વિશ્વભરમાં રોકડની અછત સર્જાશે. આવી સ્થિતિમાં, લોકોને બેંકોમાં રાખેલા પૈસા અથવા ફિઝિકલ નોટો પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે. તેના બદલે સોનું, ચાંદી અને તાંબુ જેવી નક્કર સંપત્તિઓને સંપત્તિનો સૌથી સુરક્ષિત ભંડાર માનવામાં આવશે.
કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો
છેલ્લા કેટલાક સમયમાં વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. ભારતમાં MCX પર સોનું ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીનો ભાવ ₹4,00,000 પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો હતો. આવો ઉછાળો અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો, જેનાથી રોકાણકારોને મોટું વળતર મળ્યું હતું.
બજારમાં અચાનક આવેલો ઘટાડો
જ્યારે અપેક્ષાઓ ટોચ પર હતી, ત્યારે જ બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો. 30 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો અને આ ઘટાડો સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યો. ગભરાટમાં આવીને લોકોએ વેચાણ શરૂ કરી દીધું, ખાસ કરીને ડિજિટલ અને પેપર ગોલ્ડમાં વધુ વેચવાલી જોવા મળી. જોકે, અનુભવી બજાર નિષ્ણાતોએ આ ઘટાડાને ‘ક્રેશ’ ને બદલે ‘હેલ્ધી કરેક્શન’ (સ્વસ્થ સુધારો) તરીકે જોયો હતો.
રિકવરી અને નવો વિશ્વાસ
ઘટાડા પછી, કિંમતી ધાતુઓએ ઝડપથી પોતાની મજબૂતી પાછી મેળવી લીધી. એપ્રિલ ડિલિવરી માટે સોનું ફરીથી લગભગ ₹1.59 લાખ પર પહોંચી ગયું અને ચાંદી પણ ઊંચા સ્તરે સ્થિર થઈ ગઈ.
શું બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
અમેરિકન ડોલર નબળો પડવો, વૈશ્વિક દેવું વધવું અને શેરબજારોમાં અસ્થિરતા આવતા ઘણા લોકો માને છે કે બાબા વેંગાએ જણાવેલ આર્થિક સંકટ અપેક્ષા કરતા વહેલું આવી શકે છે. રોકાણકારોનો ફિક્સ્ડ ડિપોઝિટ (FD), બેંકો અને કેશથી દૂર થઈને સોના-ચાંદી તરફ વધતો ઝુકાવ આ બદલાતી નાણાકીય માનસિકતાનો સંકેત માનવામાં આવે છે.
ભલે બાબા વેંગાની વાતો માત્ર એક સંયોગ હોય કે, સાચી ભવિષ્યવાણી, પણ એક વાત સ્પષ્ટ છે: સોનું, ચાંદી અને તાંબુ ફરી એકવાર વૈશ્વિક આર્થિક ચર્ચાનો મુખ્ય હિસ્સો બની ગયા છે. રોકાણકારો હવે એવી વસ્તુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. જે કાયમી મૂલ્ય ધરાવે છે. હવે ચર્ચા એ છે કે શું આ ધાતુઓ સ્થિરતાની નિશાની છે કે આવનારા મોટા સંકટનો સંકેત?



