दुनिया

આર્જેન્ટિનાના સમુદ્રમાં 33 ફૂટ લાંબાં પંજા અને સાડા ત્રણ ફૂટ પહોળું માથું ધરાવતી જેલીફિશ જોવા મળી | jellyfish with 33 foot long claws and a 3nd a half foot wide head was found in the seas of Argentina



– સંશોધકોએ 850 ફૂટના ઊંડાણમાં દેખાયેલી જેલીફિશનો વીડિયો મૂક્યો

– શિકાર કરવા માટે ડંખ મારવાની જરૂર પડતી નથી, લાંબાં પંજાથી નાની માછલીઓને જાળમાં ફસાવે છે : વૈજ્ઞાનિકોએ તેને દુનિયાની સૌથી મોટી જેલીફિશ ગણાવી 

બ્યુનોસ એરિસ : યુનિવર્સિટી ઓફ બ્યુનોસ એરિસના વિજ્ઞાનીઓના શ્વાસ થંભી જાય તેવી શોધ કરી છે. આર્જેન્ટીનાના સમુદ્ર તટે રહેલાં તીએર્રા દેલ ફ્યુએગો શહેરથી આશરે ૧૦૦૦ માઈલ દક્ષિણે એટલાંટિક મહાસાગરમાં ૮૫૦ ફૂટ નીચે, સ્કુલ બસના માપની જાયન્ટ જેલી ફિશ મળી આવી છે. તેના હાથ ૩૩ ફીટ લાંબા છે જ્યારે માથું ૩.૩ ફીટ ડાયામીટરનું છે. આ અસામાન્ય જીવને જોતાં વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સામાન્ય માપની જેલી ફીશને તેના હાથ ઉપર જેલ કાંટા હોય છે અને તે કાંટા દ્વારા તે અન્ય શિકારને મારી ગળી જાય છે. તેવું આ જાયન્ટ જેવી ફિશમાં જોવા મળતું નથી. તેના ટેન્ટેકલ્સ (હાથ) ઉપર કાંટા દેખાતા નથી. આથી સહજ અનુમાન બાંધી શકાય કે તે તેનાં શિકાર ને તેના પટ્ટા જેવા હાથમાં પકડી દબાવી. પછી ગળી જતી હશે.

આ સંશોધનથી જીવ વિજ્ઞાનીઓ એટલા ઉત્તેજિત થઇ ગયા છે કે આ સંશોધન કરનાર ટીમનું નેતૃત્વ કરનારા, યુનિવર્સટી ઓફ બ્યુનોસ એરિસનાં જીવ વિજ્ઞાન વિભાગનાં વડા ડૉ. મારિયા એમિસિયા બ્રેબોએ કહ્યું હતું કે સમુદ્રમાં અગણિત જીવ સૃષ્ટિ રહેલી છે. સમુદ્રનાં ઊંડાણમાં અતુલિત રહસ્યો રહેલાં છે. અમે આવું જૈવિક વૈવિધ્ય કલ્પ્યું પણ ન હતું. પરંતુ તે નક્કર વાસ્તવિક્તા બની સામે આવ્યું છે. સમુદ્રના પેટાળમાં સજીવસૃષ્ટિ આપણી કલ્પના બહારનું વૈવિધ્ય ધરાવે છે. સમુદ્રમાં આપણી ધારણાં કરતાં ક્યાંય વધારે રહસ્યો છુપાયેલા છે. તેનો આ વધુ એક પુરાવો છે.

ડૉ. મારિયા અને તેઓના સાથીઓ અને થોડા વિદ્યાર્થીઓ એક સ્વસંચાલિત અને જાડા કાચની બારીઓવાળા ગોળામાં બેસી સમુદ્રીય જીવ સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે અચાનક આવી પ્રચંડ જેલી ફિશ જોતાં ઘડીભર તો શ્વાસ થંભી ગયાં હતાં. પરંતુ સંશોધનો અને નોંધો તો ચાલુ જ રાખી હતી. તેઓએ તે જેલીફીશને તેના પટ્ટા જેવા હાથથી શિકાર પકડી મુખમાં મુકતાં પણ જોઈ હતી. તેમની ટીમે આ અભૂતપૂર્વ જેલીફિશનો વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો.

ડૉ. બ્રેવોએ કહ્યું કે આવું જીવ વૈવિધ્ય પર્યાવરણીય પ્રક્રિયાઓ અને તેના પારસ્પરિક સંબંધો એક સાથે જોવાં તે વાસ્તવમાં એક કલ્પનાતિત ઘટના છે, અને આ રીતે વિજ્ઞાન ક્ષેત્રે એક બારી ખોલી છે. હજીયે ઘણી ઘણી બારીઓ ખોલવાની રહે છે. સંશોધકોની આ ટીમે લગભગ ત્રણ હજાર કિલોમીટરના દરિયાકાંઠાનો અભ્યાસ હાથ ધર્યો છે. એ દરમિયાન શેવાળની કેટલીય નવી જાતિઓ પણ જોવા મળી છે. સમુદ્રના કીડા જેવા સજીવોની પણ તેમણે નોંધ કરી છે. આ બાબતે વિગતવાર રિસર્ચ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.



Source link

Related Articles

Back to top button