दुनिया

હવે ટ્રમ્પનો SAVE અમેરિકાનો નારો, નવો કાયદો લાવી ચૂંટણી પ્રક્રિયા જ બદલી નાખવાની તૈયારી | Donald Trump Proposes SAVE America Act to Overhaul US Election Process



Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના સનસનાટીભર્યા નિર્ણયથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ‘MAGA’ બાદ હવે તેઓ ‘SAVE’ (સૂચિત સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ) દ્વારા અમેરિકાની આખી ચૂંટણી પ્રક્રિયાને બદલી નાખવા માંગે છે.

ટ્રમ્પની અંતિમ ચેતવણી: ‘દેશ બચાવવો હોય તો આ એક્ટ લાવો’

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર રિપબ્લિકન નેતાઓને અપીલ કરી છે કે તેઓ આ એક્ટને જલ્દી પસાર કરે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “કાં તો આપણે આ સિસ્ટમ ઠીક કરીશું, અથવા આપણી પાસે કોઈ દેશ જ બચશે નહીં”. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ બિલનો હેતુ વિદેશી હસ્તક્ષેપ રોકવાનો અને મતદારોની નાગરિકતાની કડક તપાસ કરવાનો છે.

ડેમોક્રેટ્સનો આકરો પ્રતિક્રાર

ડેમોક્રેટિક સાંસદો અને સેનેટ નેતા ચક શૂમરે આ બિલનો સખત વિરોધ કર્યો છે. વિપક્ષનું માનવું છે કે ટ્રમ્પ આ બિલ દ્વારા મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા ચૂંટણી પ્રક્રિયા પર પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે. ટ્રમ્પ આક્ષેપ કરી રહ્યા છે કે ઘણી રાજ્ય કક્ષાની ચૂંટણી પ્રક્રિયાઓ ભ્રષ્ટ છે અને તેને સુધારવા માટે ફેડરલ સ્તરે કડક નિયમો જરૂરી છે.



Source link

Related Articles

Back to top button