दुनिया

મેઘાલયના પૂર્વ જયંતિયામાં ખાણમાં વિસ્ફોટ : 16નાં મોત, અનેક ઘાયલ | Mine explosion in Meghalaya’s East Jaintia: 16 dead many injured



– એનજીટીએ 2014મા ગેરકાયદે ખાણ પ્રતિબંધીત કરી હતી

– ખાણમા અનેક લોકો ફસાયાની આશંકા, બચાવ કામગીરી શરૂ

શિલોંગ : મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ગુરૂવારે એક ગેરકાયદે કોલસા ખાણમાં વિસ્ફોટ બાદ ૧૬ મજૂરોના મોત થયા છે અને અન્ય કેટલાક ફસાયાની આશંકા હોવાનું ડીજીપીઆઇ નોંગરાગે જણાવ્યું હતું.આ બનાવ સવારે થાંગસ્કૂ વિસ્તારમાં થઇ હતી.બચાવ ટીમે શોધખોળ શરુ કરી છે.

ડીજીપીએ જણાવ્યું હતું કે આ કોલસાની ખાણમાંથી ૧૬ શબ મળી આવ્યાં છે.વિસ્ફોટ સમયે ખાણમાં કેટલા મજૂરો કામ કરી રહ્યાં હતાં તેનો આંકડો મળી શક્યો નથી. 

વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વ જયંતિયા હિલ્સના એસ.પી. વિક્રમ કુમારે જણાવ્યું હતું કે વિસ્ફોટમા ઇજા પામેલ એક વ્યક્તિને પ્રથમ સુતંગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો ત્યાર બાદ વધુ સારવાર માટે શિલોંગ રીફર કરવામાં આવ્યો છે.સ્થળ પર ખોદકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

જે ગેરકાયદેસર ઓપરેશન માનવામાં આવે છે.એસ.પી. એ જણાવ્યું હતું કે આ સ્થળ પર ખોદકામ ગેરકાયદેસર રીતે થઇ રહ્યું હતું.આ સ્થળ પર વિસ્ફોટના કારણની જાણ થઇ શકી નથી. આ અંગે તપાસ શરુ કરવામાં આવશે. 

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૨૦૧૪માં મેઘાલયમા પર્યાવરણીય નુકશાન અને સલામતીના જોખમને ટાંકીને રેટ હોલ કોલસા ખાણકામ અને અન્ય અવૈજ્ઞાનીક ખાણકામ પર પ્રતિબંધ મુક્યો હતો, સાથે ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કાઢવામા આવતા કોલસાના ગેરકાયદેસર પરિવહન પર પણ પ્રતિબંધ મુક્યો હતો. 



Source link

Related Articles

Back to top button