दुनिया

યુકેમાં સંપૂર્ણપણે બેટરીથી ચાલતી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી | Fully battery powered passenger train launched in the UK



– ટ્રેનના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે

– ચાર્જિંગ ટેકનું 22 મહિના સુધી ટેસ્ટિંગ : બેટરી 2000 kw ચાર્જરથી સાડા ત્રણ મિનિટમાં ફૂલ ચાર્જ થાય છે

લંડન : બ્રિટનમાં દેશની પહેલી સંપૂર્ણપણે બેટરીથી ચાલતી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગ્રેટ વેસ્ટર્ન રેલવેની આ ટ્રેન લંડનના વેસ્ટ ઈલિંગ અને ગ્રીનફોર્ડ વચ્ચેના રુટ પર કાર્યરત છે. આ લગભગ ૯ કિમીના રુટ પર પહેલા ડીઝલ ટ્રેન ચાલતી હતી. નવી ટ્રેનને પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત પરિવહન તરફનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.  

ટ્રેનમાં આધુનિક બેટરી ટેકનોલોજી લગાવવામાં આવી છે. જે સ્ટેશન પર ૨૦૦૦ કેડબ્લ્યુ ચાર્જર સાથે માત્ર સાડા ત્રણ મિનિટના સમયમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. ફાસ્ટ ચાર્જ સિસ્ટમને કારણે ટ્રેનને લાંબા સમય સુધી બંધ રાખવાની જરૂર પડતી નથી. પરીક્ષણ દરમિયાન આ ટ્રેને એક જ ચાર્જમાં ૩૨૨ કિમીનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા જર્મન ટ્રેને ૨૨૩ કિમીનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ સાથે ભવિષ્યમાં ડીઝલ ટ્રેનોની જગ્યાએ ગ્રીન નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ પ્રકારની બેટરી ટ્રેનો એવા રુટ પર કામમાં આવશે જ્યાં, વીજ લાઈનો બિછાવવી મુશ્કેલ અથવા ખર્ચાળ છે. 



Source link

Related Articles

Back to top button