અરબી સમુદ્રમાં ‘અબ્રાહમ લિંકન’ તરફ આવતું ઇરાનનું ‘ડ્રોન’ વિમાન તોડી પડાયું | Iranian drone shot down as it approached USS Abraham Lincoln in Arabian Sea

![]()
– ‘3જું વિ.યુ. શરૂ થઈ ગયું છે, માત્ર વ્યાપની તીવ્રતા ઓછાં છે’
– યુ.એસ.એ. સેન્ટ્રલ કમાન્ડના F-35-C જેટ વિમાને ઇરાનના ‘શાહેદ 139’ પ્રકારના ડ્રોનનો ખાતમો કર્યો : શાંતિ- મંત્રણાને હવે અવકાશ નહીં રહે
નવી દિલ્હી : સોક્રેટિસે કહ્યું છે : ‘વન હુ કેન નોટ રીઝન, ઇઝ એ ફૂલ, વન હૂ વૂડનોટ રીઝન ઇઝ એ બિગર, બટ હુ કેર્સ નોટ રીઝન ઇઝ એ સ્લેવ : ઇરાનના શાસક વર્ગને આ ત્રણે લાગુ પડે છે તેઓ તર્ક કરી શકતા નથી, તર્ક કરવા તૈયાર નથી તર્ક કરવાની હિંમત પણ તેમનામાં દેખાતી નથી.’
હજી પણ ઇસ્મહાનની ખિલાફતના દિવા-સ્વપ્નોમાં રાચતા તેમના સર્વોચ્ચ નેતાઓ ‘શાંતિ મંત્રણા’ પડતી મૂકી અકારણ વિશ્વની સૌથી મોટી શક્તિ સામે બાથ ભીડી રહ્યા છે.
અમેરિકાએ તેનાં સૌથી સબળ ન્યુક્લિયર પાવર્ડ વિમાન વાહક જહાજ ‘અબ્રાહમ લિંકન’ના નેતૃત્વ નીચે ઇરાનની સામેના અરબી સમુદ્રમાં ઇરાનની જલ-સીમાથી દૂર નૌકા કાફલો ગોઠવી દીધો છે. તેવામાં આંધળુકીયા કરી ઇરાને તેનું ‘શાહેદ- ૧૩૯’ પ્રકારનું ડ્રોન વિમાન વહેતુ મૂક્યું હતું. અબ્રાહમ લિંકન ઉપરથી ચઢેલા એફ-૩૫ સી યુદ્ધ વિમાને તો તોડી પાડયું આ અંગે યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે ઇ-મેઇલ દ્વારા જણાવ્યું હતું કે, અમેરિકન દળો તંગદિલી ઘટાડવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જ અંતરરાષ્ટ્રીય જળ સીમામાં રહેલા તેને યુદ્ધ જહાજ તરફ ઇરાનનું ડ્રોન વિમાન આવતા તેને તોડી પડાયું હતું.
તે સર્વવિદિત છે કે યુરેનિયમ સમૃદ્ધ કરવાના પ્રશ્ને અમેરિકા અને ઇરાન સામસામા આવી ગયા છે. બીજી તરફ ઇરાનની માત્ર અને માત્ર ધર્મ આધારિત સરકાર સામે ઇરાનની જનતા જ રણે ચઢી છે તેની ઉપર ઇરાનના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડઝ’ દ્વારા હિંસક હુમલા થતા જનતા પણ સસ્ત્રો સાથે તેમની સામે પડી છે. ટૂંકમાં ઇરાનમાં પરિસ્થિતિ અત્યંત પ્રવાહી બની રહી છે તે સંયોગોમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાનને લશ્કરી પગલાંની ચેતવણી આપી છે તો સામે, ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીએ કહી દીધું છે કે, ‘તો સમગ્ર મધ્ય પૂર્વ ભડકે બળશે.’ ટૂંકમાં મધ્ય પૂર્વમાં વ્યાપક તંગદિલી પ્રસરી રહી છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ જોઈએ તો રશિયા- યુક્રેન યુદ્ધ ચાલે છે, ઇઝરાયેલ હમાસ, ઇઝરાયલ હિઝબુલ્લા, ઇઝરાયલ હુથી યુદ્ધો પૈકી દૂર પૂર્વમાં ચીન દાદાગીરી કરે છે. ઉત્તર દક્ષિણ કોરિયા વચ્ચે તણખા ઝરે છે.
૧૯૨૧માં એક મહિલા વિશ્લેષકે કહ્યું હતું, ‘ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે : માત્ર તેનો વ્યાપ અને તીવ્રતા ઓછા છે.’ તે વાક્ય શબ્દશ: સાચું ઠરે છે.



