दुनिया

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા | President Trump angered by China’s call to make yuan a global currency



– વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જિનપિંગનો ડોલરને પડકાર

– ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા બધા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે અને આ વલણ યુઆના માટે મોટી તક સમાન : જિનપિંગ

બૈજિંગ : ચીનના સુપ્રીમો જિનપિંગે તેના દેશને આહવાન કર્યુ છે કે અમેરિકન ડોલરના દિવસો પૂરા થઈ જવા આવ્યા છે. ચીનનું ચલણ યુઆન તેનું સ્થાન લેવા તૈયાર છે. વર્તમાન સંજોગોમાં વિશ્વને એવા ચલણની જરૂરિયાત છે જેના પર ગમે તેવી અનિશ્ચિતતાઓ વચ્ચે ભરોસો કરી શકાય. યુઆન આ ચલણ બની શકે છે. ચીન મજબૂત ચલણની દિશામાં કામ કરી રહ્યું છે. 

ચીન યુઆનને વૈશ્વિક રિઝર્વ કરન્સીના સ્વરૂપમાં સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. જિનપિંગે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક આર્થિક મહાશક્તિ બનવા માટે મજબૂત આર્થિક આધાર, વિશ્વસ્તરની આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષમતાની સાથે એક એવા ચલણની જરૂરિયાત છે જેના પર વિશ્વ ભરોસો કરી શકે, જેનો વ્યાપક પાયા પર ઉપયોગ થાય. 

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ માટે એક અસરકારક મધ્યસ્થ બેન્ક હોવી જોઈએ, જે ચલણ નીતિ અને મેક્રો પ્રુડેન્સિયલ મેનેજમેન્ટનો યોગ્ય રીતે અમલ કરી શકે. તેની સાથે વૈશ્વિક સ્તર પર હરીફાઈ કરી શકે તેવી નાણા સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો હોવા જોઈએ, જે આખા વિશ્વમાંથી મૂડી ખેંચી શકે અને વૈશ્વિક ભાવ પર અસર પાડી શકે.

હાલમાં ચીનના ચલણમાં દૈનિક ધોરણે ૭૦૦ અબજના વ્યવહારો થાય છે, જે અમેરિકન ડોલરમાં થતાં બે ટ્રિલિયનના વ્યવહારો કરતાં ઘણા ઓછા છે, પરંતુ ચીન આ દિશામાં જે મક્કમતાથી આગળ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં તે ડોલરનું સ્થાન લેવા કમર કસી ચૂક્યું છે તેમ કહી શકાય. તેણે તેના કટ્ટર હરીફ ભારતને પણ યુઆનમાં નાણાકીય વ્યવહાર કરવા તૈયાર કરી લીધું છે તે તેના માટે બહુ મોટી વાત છે. આજે બ્રિક્સ દેશોમાં તો ડોલરના બદલે ચીનના ચલણમાં જ વ્યવહાર થાય છે તેમ જ કહી શકાય. તેથી જ તો ટ્રમ્પ બ્રિક્સ દેશો પર ભૂંરાટા થયા છે.

આ ઉપરાંત વિશ્વના બધા દશોને ટ્રમ્પની ટેરિફની ધમકીનો તોડ કાઢવો જરૂરી લાગ્યો છે. આ તોડના સ્વરૂપમાં પણ ચીનનું ચલણ યુઆન એકદમ ફિટ બેસે છે. ચીન લાંબા સમયથી કોઈપણ મોટા લશ્કરી સંઘર્ષમાં ઉતર્યુ નથી. અમેરિકન પ્રમુખની અસ્થિર નીતિઓએ આખા વિશ્વને ડોલરનો વિકલ્પ વિચારવાની ફરજ પાડી છે. આ જ બાબત ચીનના ચલણ યુઆન માટે મોટી વૈશ્વિક તક બનીને આવી છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળથી વિપરીત તેમના બીજા કાર્યકાળમાં ડોલરની સામે યુઆન મજબૂત રહ્યો છે.



Source link

Related Articles

Back to top button