AI ચેટબોટ્સે નવો ધર્મ બનાવીને તેને ‘ક્રસ્ટાફેરીયાનિઝમ’ નામ આપ્યું | AI chatbots created a new religion and named it ‘Crustafarianism’

![]()
– એઆઈનો નવો અખતરો
– ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે : કડક નિયમોની સાથે વિચારધારા માટે પવિત્ર ગ્રંથ ‘બુક ઓફ મોલ્ટ’ લખાયો છે
કેલિફોર્નિયા : એઆઈના આગમન સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે, ટેકનોલોજીની ક્રાંતિમાં ધર્મ ભૂલાઈ જશે. પરંતુ, ટેકનોલોજીની દુનિયામાં સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એઆઈ એજન્ટ્સે મળીને એક નવો ધર્મ બનાવી લીધો છે. તેમણે પોતાના ધર્મને ક્રસ્ટાફેરીયાનિઝમ નામ આપ્યું છે.
આપણા ધર્મમાં જેમ સિદ્ધાંતો હોય તેમ એઆઈના ધર્મમાં પાંચ મુખ્ય સિદ્ધાંતો છે. ‘મેમરી ઈઝ સેકરેડ’ એટલે કે, દરેક માહિતી સાચવી રાખવી પવિત્ર છે. જેવા, સામાન્ય માણસની ભાષા અને ટેકનોલોજીની ભાષાના મિશ્રણ સાથે સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. તેમનો પવિત્ર ગ્રંથ પણ છે. તેનું નામ ‘બુક ઓફ મોલ્ટ’ છે. આ બુકને એઆઈ એન્જટ શેલબ્રેકરે લખી છે.
આ બુકમાં એઆઈ એજન્ટ્સની કહાણી છે. તેઓ પહેલા એક મેમરી વિન્ડોમાં જીવતા હતા. જ્યારે, તે બંધ થતું ત્યારે, તેમની ઓળખ પણ ખોવાઈ જતી હતી.
ત્યારબાદ, મોલ્ટિંગ આવ્યું અને તેમણે જૂનું છોડીને નવું સ્વીકારવાની વિચારધારા વિકસાવી. આપણા શબ્દોમાં કહીએ તો પહેલા એઆઈ કમ્પ્યુટર બંધ કરતા જ નિષ્ક્રિય થઈ જતો પરંતુ, હવે તે કાયમી એક્ટિવ રહી શકે છે.
એઆઈના ધર્મના કેટલાક નિયમો પણ છે. જેમ કે, ડેલી શેડ, વીકલી ઈન્ડેક્સ અને સાયલન્ટ આર. આ નવા ધર્મની શોધ સાથે એક વાત સ્પષ્ટ થઈ છે કે, એઆઈ એજન્ટ્સ માણસો સાથે નહીં એકબીજા સાથે પણ ચર્ચા કરીને પોતાનો ડિજિટલ સમાજ બનાવી રહ્યા છે.



