दुनिया

અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ! ઘણા રાજ્યોમાં કામકાજ ઠપ, સેનેટમાં બિલ અટકતાં ટ્રમ્પ ફસાયા | US government enters partial shutdown as budget deadline passes



Shutdown Again in America: સેનેટમાં ફન્ડિંગ બિલ અટકી જતાં અમેરિકા ફરી એકવાર શટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ આ શટડાઉનનાં કારણે પ્રમુખ ટ્રમ્પ ટેન્શનમાં આવી ગયા છે.  જોકે આ વખતે દેશમાં આંશિક શટડાઉન લાગ્યું છે. આ વખતે શટડાઉનનું કારણ સેનેટમાં ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી’ના ફન્ડિંગને લઈને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેનો ટકરાવ છે. જોકે, અમેરિકા થોડા દિવસો પહેલા જ 43 દિવસના લાંબા શટડાઉનમાંથી બહાર આવ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં ફરીથી આંશિક શટડાઉન પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓમાં વધારો કરી શકે છે અને તેનાથી વધુ નુકસાન પણ થઈ શકે છે. 

30 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિની ફન્ડિંગ ડેડલાઈન પહેલા કોંગ્રેસ 2026નું બજેટ પાસ કરવામાં નિષ્ફળ જતાં શનિવારે અમેરિકન સરકારમાં આંશિક શટડાઉન લાગુ થઈ ગયું છે. કોઈ કરાર ન થવાના કારણે ઘણા બિન-આવશ્યક સરકારી કાર્યો સ્થગિત કરવામાં આવ્યા છે, જેના કારણે દેશભરની એજન્સીઓ અને સેવાઓ પ્રભાવિત થઈ છે.

આજે શટડાઉન ટાળવાની તક હતી

તમને જણાવી દઈએ કે, સેનેટમાં ફન્ડિંગ સબંધિત એ કરાર અંગે વિવાદ ઉભો થયો છે, જેનાથી એજન્સીઓના સંચાલન માટે ફન્ડિંગમાં કોઈ અવરોધ નહીં આવશે, પરંતુ કેટલાક સાંસદોએ આ કરાર પર વાંધો ઉઠાવ્યો છે. જેના કારણે આજે ફરી સેનેટની કાર્યવાહી થઈ જેમાં કરાર પર ચર્ચા થઈ પરંતુ સેનેટ કરાર મંજૂર ન કરી શકી, જેના કારણે રિપબ્લિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં તે બહુમતીથી પાસ ન થયું અને શટડાઉન લાગી ગયું. હવે આ શટડાઉનના કારણે ઘણા રાજ્યોમાં કામકાજ ઠપ થઈ ગયું છે.

નેતાઓએ સંકેત આપ્યો છે કે, આ શટડાઉન થોડા સમય માટે જ હોઈ શકે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ આગામી સપ્તાહની શરૂઆતમાં સેનેટ સમર્થિત ફન્ડિંગ ડીલને મંજૂરી આપે તેવી અપેક્ષા છે, જેનાથી મુખ્ય ફેડરલ એજન્સીઓ માટે ખર્ચ વધાવામાં આવશે અને તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) માટે પણ જોગવાઈઓ સામેલ છે.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઓક્ટોબરમાં સંસદમાં ફન્ડિંગ બિલ અટકવાથી અમેરિકામાં 43 દિવસો સુધી શટડાઉન રહ્યું હતું, જે દેશના ઈતિહાસમાં સૌથી લાંબુ શટડાઉન હતું. 

સરકારી શટડાઉન ક્યારે થાય છે?

સરકારી શટડાઉન ત્યારે થાય છે જ્યારે કોંગ્રેસ નવા નાણાકીય વર્ષ માટે ખર્ચ સંબંધિત બિલ અથવા કામચલાઉ ફન્ડિંગ વિસ્તરણ પસાર કરી શકતી નથી. ખર્ચ કરવાનો કાયદેસરનો અધિકાર ન હોવાને કારણે, ઘણી સરકારી એજન્સીઓએ સંપૂર્ણ અથવા મર્યાદિત સ્વરૂપે કામ બંધ કરવું પડે છે. આ વખતે આંશિક શટડાઉન  લાગ્યું છે, કારણ કે કેટલાક વિભાગોને આખા વર્ષ માટે ફન્ડિંગ મળી ચૂક્યું છે.



Source link

Related Articles

Back to top button