दुनिया

વેનેઝુએલા પર અમેરિકાના હુમલા સાથે જ બાબા વેંગા અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું | US attack on Venezuela Baba Vanga and Nostradamus 2026 Predictions



Nostradamus Baba Vanga 2026 Predictions: વેનેઝુએલાની રાજધાની કારાકસમાં અચાનક આકાશમાંથી હુમલા થતાં લોકો ચોંકી ઉઠ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમેરિકાએ મોટાપાયે એનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી હતી. જેમાં અમેરિકા દ્વારા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને બાબા વેંગા અને નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે મોટાપાયે યુદ્ધની ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

બાબા વેંગા-નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું 

તમને જણાવી દઈએ કે, નવું વર્ષ 2026 શરૂ થયું એ પહેલા નાસ્ત્રેદમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગી હતી. આ ભવિષ્યવાણીમાં વર્ષ 2026માં મોટા યુદ્ધની વાત કરી હતી. શું વેનેઝુએલા સામે યુએસ લશ્કરી કાર્યવાહીને આની શરૂઆત માનવી જોઈએ? શું આપણે 2026 વિશે બાબા વાંગા અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી રહી છે તે માનવું જોઈએ?

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, 2026નું વર્ષ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે, જે ભવિષ્ય માટે વિનાશક સાબિત થશે. ધર્મ અને રાષ્ટ્રવાદના નામે બધે હિંસા થશે. માણસો એકબીજાના દુશ્મન બનશે, અને આ સંઘર્ષ વિશ્વને વિનાશ તરફ દોરી શકે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી દરિયાઈ આફતો અને યુદ્ધની પણ વાત કરે છે.

વેનેઝુએલાની રાજધાની પર હુમલા 

અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકસ પર રાત્રે અંધારામાં સિક્રેટ મિલિટ્રી એટેક કર્યા. મળતી માહિતી મુજબ, અમેરિકન સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને ઘરમાંથી ઢસડીને બહાર કાઢ્યા હતા અને ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ‘વેનેઝુએલા હવે અમારા કબજામાં, જે અમે કર્યું તે દુનિયામાં કોઈ ન કરી શકે’, ટ્રમ્પનું મોટું નિવેદન

આ ઘટના નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે પણ મેળ ખાય છે, જેમાં અચાનક રાત્રિના હુમલાની વાત કરવામાં આવી હતી. આ ભવિષ્યવાણીમાં ‘મધમાખીઓના ટોળા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવિષ્યવાણીનું અર્થઘટન કરતા નિષ્ણાતો કહે છે કે, અહીં ‘મધમાખીઓ’ વાસ્તવિક મધમાખીઓનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ એક ગુપ્ત આયોજિત હુમલાનો ઉલ્લેખ કરે છે. યુએસ સૈન્યએ પણ આ જ અંદાજમાં વેનેઝુએલા પર રાત્રિના સમયે હુમલો કર્યો છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી 

જ્યારે બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવાતા બાબા વેંગાની ભવિષ્યવાણીમાં પણ 2026ને લઈને કેટલીક આવી જ વાત કહેવામાં આવી હતી. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, પૂર્વીય દેશોમાં ચાલી રહેલા તણાવ એક મોટા યુદ્ધનું રૂપ લઈ શકે છે. જેનો પ્રભાવ દુનિયા પર થશે. આ યુદ્ધની આગની ઝડપમાં પશ્ચિમી દેશો પણ આવી જશે. યુદ્ધનું કારણ વૈશ્વિક શક્તિ સંતુલનમાં મોટા ફેરફાર હોય શકે છે. જેમાં જાનમાલનું મોટાપાયે નુકસાન સંભવ છે.

આ પણ વાંચો: વેનેઝુએલામાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સરકારે કહ્યું – એલર્ટ રહેવું

બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, 2026માં ચીન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક મોટા અને શક્તિશાળી દેશો વચ્ચે સંઘર્ષ થશે. તેમાં તાઇવાન સામે ચીનની સંભવિત કાર્યવાહી અને રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સીધા સંઘર્ષનો પણ ઉલ્લેખ છે.



Source link

Related Articles

Back to top button