કચ્છમાં સૌ પ્રથમવાર હાર્ટ ઓર્ગન ડોનેટ કરવામાં ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુર મોખરે રહ્યું …
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર વિનોદભાઈ ગવાણીયા
મળતી વિગત અનુસાર મૃતક સુનિલ વાલજી વિંઝોડા ને માર્ગ અકસ્માત નડતાં સારવાર અર્થે આદિપુર ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ન્યુરોસર્જન ડોક્ટર પ્રસાદ ટેમકર, ડોક્ટર ગૌરવ શાહ તથા તેમની ટીમ ની સખત મહેનત તથા પ્રયત્ન છતાં મૃતક ને બચાવવામાં નિષ્ફળતા નિવડતા મૃતકને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો મૃતક ના પિતાશ્રી વાલજીભાઈ વિંઝોડા તથા પરિવારે પોતાના પુત્રનું અંગદાન કરવાનું નક્કી કરતા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, ધવલભાઇ આચાર્ય, નવીનભાઈ , દામજીભાઈ, પુનમભાઈ, રણજીતભાઈ, કુમારભાઈ , ડોક્ટર કિશન કટુઆ, ડોક્ટર અરવિંદ માતંગ ડોટર સુનિલ સૂર્યવંશી જેપી મહેશ્વરી તથા રામભાઈ માતંગ ને જાણ કરાતા મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેવાતાં ડીવાઈન લાઈફ હોસ્પિટલના અશોક હીરાણી, પપિતકુમાર, જયેશભાઈ સોલંકી, વિજેશભાઈ, ગુલાબભાઈ, ઓટી ટીમ, ભાર્ગવ મહેતા, ધર્મેન્દ્રભાઈ, ડોક્ટર નિલેશ પટેલ, ડોક્ટર ભુપેન્દ્ર, ડોક્ટર પિયુષ પટેલ, આઈસ યુ નર્સિંગ ટીમ દ્વારા સીમ્સ હોસ્પિટલના ડોક્ટર થતા ટીમ દ્વારા હાર્ટ નું તથા આઈ કેડી હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા લીવર તથા કિડનીનું સક્સેસફુલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સીટી ટ્રાફિક પીએસઆઇ શ્રી એસ.વી ડાંગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા હાર્ટ ને કંડલા એરપોર્ટ સુધી પહોંચાડવા ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુર થી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર નું સફર પ્લાનિંગ રહ્યું હતું ત્યારબાદ લીવર તથા કિડનીને બાય રોડ અમદાવાદ સુધી પહોંચાડવા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ શ્રી બીએસ ચૌહાણ સાહેબ તથા તેમની ટીમ દ્વારા આદિપુર થી માળીયા સુરજબારી સુધી મોટા રૂટમાં પાયલોટિંગ લીડ સફળ રહી હતી. અંગદાન મહાદાન નું સૂત્ર સાર્થક કરતા મૃતક ના પિતાશ્રી વાલજીભાઈ તથા પરિવારે મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરી પાંચ લોકોની જિંદગી બચાવી સમાજમાં તથા પુરા કચ્છમાં પ્રેરણા પૂરી પાડી ગર્વ અનુભવ્યો હતો મૃતકના અંતિમ સંસ્કાર પહેલા તેનું હાર્ટ બીજા દર્દી ની બોડીમાં બેસાડી જીવનદાન આપવામાં સફળ રહ્યું હતું. ખરેખર મૃતક સુનિલ પોતાની જિંદગી તથા પરિવારથી અલવિદા થયો પરંતુ ચાર જીવ બચાવી તે અમર પણ રહ્યો છે. એમ અખબારી યાદીમાં હોસ્પિટલના સેન્ટર હેડ શ્રી આલાપભાઇ જોબનપુત્રા એ જણાવ્યું હતું.