गुजरात

અખીલ ભારતીય સંત સમીતી ના કાયમી સદસ્ય પુજ્ય ભયલુબાપુ ના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

બોટાદ 

અહેવાલ – કનુભાઈ ખાચર

અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારણી બેઠકમાં અખીલ ભારતીય સંત સમીતી ના કાયમી સદસ્ય પુજ્ય ભયલુબાપુ ના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

તારીખ 3-6-2023 ના રોજ વડતાલ ધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણી બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ તેમજ વિશેષ આમંત્રિત પૂજ્ય સંતોની ઉપસ્થિતિ સાથે દરેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સંતો તેમજ હિન્દુ સેનાર્થીઓ હાજર રહ્યા હતા.અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા ગૌરક્ષા,ગંગા રક્ષા,ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે હિન્દુ ધર્મ સેનાનું તારીખ 03/01/2021 ના રોજ નિર્માણ કરવામાં આવેલ. આ સેના હિન્દુ ધર્મ માટે ખૂબ જ કાર્યરત હોય અને રાષ્ટ્રપ્રેમી હોય ત્યારે બોટાદ જિલ્લામાં હિન્દુ ધર્મ સેનાના દરેક હોદ્દેદારોની આ બેઠકમાં નિમણૂક કરવામાં આવેલ હતી. આ સંગઠન બનાવવા પાછળ પૂજ્ય વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ધામના અખિલ ભારતીય સંત સમિતિના સભ્ય શ્રી પૂજ્ય ભયલુબાપુ નો સિંહ ફાળો હતો.સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણની જગ્યા એટલે પૂજ્ય વિસામણબાપુની જગ્યા પાળિયાદ ધામના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રતીક રૂપે પૂજ્ય ભયલુબાપુએ આ કાર્યક્રમમાં હાજરી આપેલ.

હિન્દુ ધર્મ સેનાના બોટાદ જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક માં મહત્વની ભૂમિકા ભજવનાર પૂ.ભયલુબાપુ તેમજ નવનિયુક્ત બોટાદ જિલ્લા પ્રમુખ ડો.જીગ્નેશ હડિયલ નું ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગદગુરુ સપ્તમ કુબેરાચાર્ય પરમ પૂજ્ય અવીચલેદેવાચાર્યજી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી નૌતમ સ્વામી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હિન્દુ ધર્મ સેનાના નવનિયુક્ત થયેલ તમામ હોદ્દેદારોને નિમણુંક પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.પૂજ્ય ભયલુબાપુ દ્વારા હિન્દુ ધર્મ સેનાની ટુંક સમયમાં જ ખૂબ મજબૂત અને પ્રગલ્ભ ટિમ બનાવી પ્રશંસાપાત્ર કાર્ય કરવા બદલ અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

Related Articles

Back to top button