બહુચરાજીમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન
માનવીનું કર્તવ્ય માનવતા સાથે માનવ ધર્મ... વિજ્ઞાન જાથા
બહુચરાજી ગુજરાત
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પૃથ્વી ઉપરના ધર્મોમાં માનવ ધર્મ શ્રેષ્ઠ… જયંત પંડયા.
બંધારણનું સંપૂર્ણ પાલન કરવું નાગરિક ધર્મ… ધારાસભ્ય ડૉ. સુખાજી, ભગવાન બુદ્ધ અને બાબા સાહેબના વિચારો અપનાવવા જાથાનો અનુરોધ. સત્યના પ્રયોગો અખબારે સમાજને રાહ બતાવ્યો. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા. જાથાનો ૧૦૦૧૫ માં જનજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો.
અમદાવાદ : મહેસાણા જિલ્લાના બહુચરાજી ગામમાં બસ સ્ટેન્ડ રોડ ઉપર દિવંગત કમાભાઈ વિભાભાઈ પરમારના સ્મરણાર્થે નિરાધાર નિરાશ્રય સ્થાન’ અને દિવંગત ધવલના સ્મરણાર્થે ”ઠંડા પાણીનું પરબ” જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. બુધ્ધ અને બાબા સાહેબના વિચારો અપનાવવા સાથે માનવીનું કર્તવ્ય માનવતા સાથે માનવ ધર્મ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦૧૫ મો જનજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.
ધારાસભ્ય ડૉ. સુખાજી સોમાજી ઠાકોર નિરાધાર નિરાશ્રય સ્થાન અને પૂર્વ સરપંચ દેવાંગ આર. પંડયાએ ઠંડા પાણીનું પરબનું જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સત્યના પ્રયોગો અખબારે સમાજને નવો રાહ બતાવ્યો હતો. ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોરે જણાવ્યું કે સ્વર્ગસ્થ કમાભાઈ પરમાર સાથેના સંસ્મરણો વાગોળી બાબા સાહેબની રાષ્ટ્ર સેવાનો ઉલ્લેખ કર્યો હતો. જરૂરિયાતમંદ લોકો માટે આશ્રય સ્થાન માનવ ધર્મનું પ્રતિક સાબિત થશે. તેમણે તંત્રી રમેશભાઈ પરમારની મિત્રતા સંબંધી વાત મુકી હતી. જાથાની સમાજ ઉપયોગી પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. પૂર્વ સરપંચ દેવાંગ આર.પંડયાએ નાગરિક ધર્મના કર્તવ્યો રાષ્ટ્રની ઉન્નતિ તરફ દોરી જાય છે. દરરોજ હજારો લોકોને પાણીનું પરબ પ્રેરણાસ્તોત્ર સાબિત થવાનું છે તેનો આનંદ છે. સાચા અર્થમાં અખબારી ધર્મ સાર્થક કરેલ છે.
સુરેન્દ્રનગર બુધ્ધ ધમ્મ સંસ્કારનના ભંતે પથિક શ્રેષ્ટી, મહેસાણાના આયુ. પ્રસેનજીત રાત્રે ખાસ હાજરી આપી ભગવાન બુધ્ધના અને ડૉ. બાબાસાહેબના વિચારોનો વિશ્વામાં ફેલાવો, માનવીના અધિકારોની વાત કરી હતી. રમેશભાઈની કાર્યપદ્ધતિની ભારોભાર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ગુજરાત એફ.પી.એસ. ના કાર્યકારી પ્રમુખ વાડીલાલભાઈ, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, આઈ.ટી. સેલના જીજ્ઞેશભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ ગોરધનભાઈ પટેલ, હરપાલસિંહ, પરેશભાઈ પતિરા, માનવ અધિકારના સંજયભાઈ જોષી, કચ્છ નખત્રાણાથી કવિ સમાજ સુધારક લક્ષ્મણભાઈ શેખા, ગાંધીધામથી કાંતિલાલ સોલંકી, ભાવનગર, રાજકોટ, કચ્છ, જામનગર, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વિદ્યાનગરના પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપી હતી.
બહુચરાજી સત્યના પ્રયોગો અખબારના તંત્રી રમેશભાઈ કમાભાઈ પરમારે સૌ પ્રથમ મહેમાનો, આમંત્રિતોનું અભિવાદન કરી સૌને આવકાર્યા હતા. તેમણે દિવંગતના સ્મરણાર્થે માનવ સેવાની નાગરિકોની જવાબદારીની વાત કરી હતી. પોતાના પરિવારના સાથ સહકાર સાથે માતા સંતોકબેનનું જાહે૨માં સન્માન કરી, ઋણ અદા કરી ફરજ બજાવી, લોક–રાષ્ટ્ર સેવા ઉત્તમ છે તેવા વિચારો રજૂ કર્યા હતા. પુણ્યતિથિને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ આશ્રય સ્થાન, પાણીનું પરબ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું તે પ્રસંગે ખાસ હાજરી આપી હતી. જાથા માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મનું પ્રણેતા હોય હાજરી આપવાનું કર્તવ્ય સંબંધી વાત કરી હતી. વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારોના લોકઅભિગમથી રાષ્ટ્રને નુકશાન થાય છે તેના દાખલા આપ્યા હતા. સત્યના પ્રયોગો અખબારે દેશને નવો રાહ બતાવી કર્તવ્ય ભાવના બતાવી છે.
જાથાના ચેરમેન પંડયાએ ઉપસ્થિત લોકોને જણાવ્યું કે માનવીનું કર્તવ્ય માનવતા સાથે માનવ ધર્મ છે. બુધ્ધના વિચારો વિશ્વમાં ફેલાયેલા છે. માનવ ગૌરવ સાથે સમાન અધિકારોનો યુગ છે. માનવ ધર્મમાં બે માનવી વચ્ચે તે ધર્મ, સંપ્રદાય, જાતિ, ચામડીનો રંગ, ઉચ્ચ કે સામાન્ય, સામાજિક જુથ કે રાષ્ટ્ર નામે કોઈ ભેદભાવ રાખતો નથી દરેક માનવી જન્મથી જ સમાન છે. માનવધર્મી વિશ્વબંધુત્વનો ટેકેદાર હોવો જોઈએ. માનવ ધર્મનો આધાર જ્ઞાન આધારિત જ હોઈ શકે. જે હકિકતોમાં માનવીય બુદ્ધિ, અનુભવ અને નિરીક્ષણને આધા૨ે પુરાવો ન મળે તેનું કોઈપણ પ્રકારનું સ્થાન માનવીય હિતમાં નથી. માનવ ધર્મ એટલે માનવ કલ્યાણ કે માનવીનું ભૌતિક માટે સતત પ્રવૃત્ત હોય છે. માનવીય નૈતિકતાનો આધાર ધર્મ નિરપેક્ષ અને જ્ઞાન આધારિત છે. માનવીને પ્રમાણિક, પરોપકારી, સત્યનિષ્ઠ અને માનવ–માનવ વચ્ચે ભાઈચારો કેળવવા કોઈપણ ધર્મના શાસ્ત્ર, ઉપદેશ કક્ષા કે શિક્ષાપત્રની જરૂરત નથી. માનવી અનુભવે જ શીખતો આવ્યો છે. માનવધર્મી વ્યકિત વિશ્વના કોઈપણ ખુણે મુશ્કેલી હશે તે પોતાની મુશ્કેલી હશે તે પ્રમાણે વર્તશે. સદાય તેનું મન ખુલ્લું રાખી સમભાવ વ્યવહાર રાખશે. તેમાં ભેદભાવને કોઈ સ્થાન હોતું નથી. માનવ ધર્મની સ્થાપના માટે મનુષ્ય પોતે ધર્મની ચુંગાલમાંથી મુકત થવું પડશે તેની વિશદ્દ છણાવટ કરવામાં આવી હતી.
વિશેષમાં પંડયા જણાવે છે કે વૈજ્ઞાનિકો ગમે તે દેશમાં જન્મ્યા હોય, એ વિશ્વના હોય છે. વૈજ્ઞાનિકોમાં જ્ઞાન અને શોધની ભૌગોલિક સીમા નથી હોતી. વિજ્ઞાન દરેક જગ્યાએ છે, સર્જાય છે. આખું વિશ્વ એક પ્રયોગશાળા છે. માનવજાત સામેના પડકારો, સમસ્યાઓ અને સંકટોનો ઉપાય આપણે માત્ર વિજ્ઞાન દ્વારા જ મળશે. માણસની વિચારશીલતા જ તેન સંશોધનો તરફ દોરી જાય છે. પ્રયોગશાળા એટલે વિજ્ઞાનનું પ્રસુતિ ગૃહ છે. વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે તફાવત છે. વિશ્વાસ
ત્યારે ઉભો થાય જયારે તમારી બાબતમાં સત્યનો પાયો હોય. જયારે શ્રદ્ધામાં હકિકતનો પાયો હોતો નથી. વિજ્ઞાનથી માનવ જાતને મહત્તમ ફાયદાઓ થયા છે છતાં ધર્મો તેના નેતાઓ વિજ્ઞાનને સતત વખોડતા આવે છે જે દુ:ખદ છે.
વધુમાં જયંત પંડયાએ વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર પોતાના વિચારો રજૂ કરી ભૂત, પ્રેત, ડાકણ, મામો, જીન્નાત જેવું અસ્તિત્વ જ નથી છતાં વર્ષોથી લોકો તેનો ભ્રામક ભય અનુભવે છે. ઉપરાંત તેની હકિકતી વારંવાર ચર્ચાઓ કરી ભાવી પેઢીને નુકશાન કરવાનું કામ કરે છે. જાથાના ૩૧ વર્ષના સ્થળ ઉપર અનુભવ પછી એકપણ કિસ્સો ભૂત, પ્રેતનો સાચો પડયો નથી. તમામ કિકતમાં માનવીય કૃત્ય કે અફવા સાબિત થઈ છે. માનસિક બિમાર, વારસાગત કે દરિદ્ર માનસિક ધરાવતા લોકો ભ્રામકતામાં ફસાય છે તેમાં અનેક પરિબળો છે. જયોતિષ, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈને વિજ્ઞાનનો કોઈ આધાર નથી. તેને અનુસરનારાઓને હતાશા, નુકશાની ભેટમાં મળે છે. માનવીએ પોતાના વિકાસની સતત ચિંતા કરવી જોઈએ. તર્કશકિતતનો હરપળે ઉપયોગ કરવો જોઈએ. જાથા ધર્મ વિરોધી સંસ્થા નથી તેનું કાર્ય લોકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપી સાચી સમજ આપવાનું છે. પ્રત્યેક નાગરિકને પોતાને માનવાનો અધિકાર છે તેવું સ્પષ્ટ માને છે.
જાથાની ટીમે વૈજ્ઞાનિક ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, રૂપિયાનો વરસાદ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, સંમોહન, હાથ-માથ ઉપર દીવા રાખવા, ધૂણવું–સવારીની ડીંડકલીલા વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર લોકોને શીખડાવી દેવામાં આવ્યા હતા.
નખત્રાણાના સમાજ સુધારક લક્ષ્મણભાઈ શેખાએ ધૂણવાનો આબેહુબ પ્રયોગ નિદર્શન કરી ડીંડકલીલા સાબિત કરી, ઉપદેશક કવિતાનું ગાન કર્યું હતું.
જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણીએ પ્રયોગ નિદર્શન સાથે કાર્યક્રમને વિડીયોમાં કંડારેલ હતો.
રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે