गुजरात

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96 કેસ, જાણો કેટલા લોકોને અપાઇ રસી?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1109  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 08 લોકો વેન્ટીલેટર પર છે. 1101 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211087  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું હતું.

અમદાવાદ કોર્પોરેશનમાં 38, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, તાપી 5, અમરેલી 4, આણંદ 4, વડોદરા 4, બનાસકાંઠા 3, કચ્છ 3, સુરત 3, ડાંગ 2, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, મહેસાણા 2,  કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

તે સિવાય અરવલ્લી, ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ  અને સાબરકાંઠામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 237 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.02  ટકાએ પહોંચ્યો છે. આજે 99,237 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે એક પણ મોત થયું નથી.

Related Articles

Back to top button