गुजरात

પુસ્તકો આપવાના બહાને બાળકોને શાળાએ બોલાવાયા, વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો

અમદાવાદ : સરકારી શાળાઓ ફરી વિવાદમાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે શાળાઓ દ્વારા એકમ કસોટી લેવાઈ રહી છે અને તે કસોટીના બહાને બાળકોને કોઈને કોઈ પ્રકારે શાળામાં બોલાવવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને પુસ્તકો આપવાના બહાને શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓને બોલાવવી રહી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે આ વાયરલ વીડિયોથી ફરી વિવાદ સર્જાયો છે.

જો આ રીતે બાળકોને બોલાવાય અને બાળક કોરોના સંક્રમિત થશે તો જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થયો છે. કોરોના વાયરસના વધતા જતા કેસને પગલે જ હજુ સુધી શાળાઓ શરૂ કરવી કે નહીં તે નક્કી થઈ શક્યું નથી. આ નક્કી ના થાય ત્યાં સુધી શાળામાં બાળકોને કે વાલીઓને બોલાવવા નહિ તેવો આદેશ પણ થયો છે. પણ શાળાના આચાર્યો અને શિક્ષકો આ આદેશોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બિન્દાસ્ત રીતે શાળાએ બાળકોને બોલાવી પુસ્તક વિતરણ અને એકમ કસોટીના પ્રશ્નપત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Related Articles

Back to top button