गुजरात

આવતીકાલથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, રાજ્યભરમાં ચાલશે ડ્રાઇવ

અમદાવાદ: આવતીકાલ એટલે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવનારા છે. આ વિશેષ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડવામાં આવશે. ખાસ કરીને હેલ્મેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર ચલાવનારા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને દંડવામાં આવશે.

વધારેમાં વધારે કેસ કરવાની સુચના

કોરોનામાં આપવામાં આવી હતી રાહત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની ત્રણેય લહેર દરમિયાન પોલીસ તરફથી મોટાભાગે હેલ્મેટ કે અન્ય કોઈ ટ્રાફિક નિયમ ભંગના દંડ કરવામાં આવતા ન હતા. આ દરમિયાન માસ્ક ન પહેર્યું હોય તેમને જ દંડ ફટકારવામાં આવતો હતો. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્તીના આરે છે ત્યારે ફરીથી ટ્રાફિકના નિયમો અંગે કડક થવાની પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.

Related Articles

Back to top button