એએમસીની આવી તો કેવી બેદરકારી? એટેન્ડન્સ રજીસ્ટરમાંથી 16 વર્ષ સુધી ગાયબ રહ્યો કર્મચારી, તો પણ કોઇને પડી ના ખબર
અમદાવાદ મ્યુનિસિપલ ના બોગસ ખાતાના અમુક ચોંકવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. તે જાણીને તમને પણ નવાઇ લાગશે કે આવી તો કેવી બેદરકારી. હકીકતમાં એક કર્મચારી 16 વર્ષ અથવા 5,950 દિવસ સુધી નાગરિક સંસ્થાના પગારપત્રક પર હતો. મ્યુનિસિપલ સત્તાવાળાઓ આ વાતથી ત્યાં સુધી અજાણ હતા કે, સફાઇ કામદાર કામ પરના હાજરી પત્રક એટલે કે તેના રોસ્ટરમાંથી ગાયબ છે.
આસિસ્ટન્ટ કમિશ્નરે સબમિટ કરી બોગસ ડીગ્રી
અન્ય એક કિસ્સાની વાત કરીએ તો, એક આસિસ્ટન્ટ કમિશ્નરે બનાવટી બીકોમ ડિગ્રી સબમિટ કરી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે તે ડીપાર્ટમેન્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આવા ગેરકાયદેસર કામ કરવા બદલ આસિસ્ટન્ટ કમિશ્નરને પદભ્રષ્ટ પણ કરવામાં આવી શકે છે.
નોકરી મેળવવા રાશન કાર્ડમાં કરી છેડછાડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી નોકરી મેળવવા માટે અન્ય એક મ્યુનિસિપલ કર્મચારીએ તેના રેશન કાર્ડમાં તેના પિતાનું નામ બદલી નાખ્યું હતું.