गुजरात

આમોદ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્ધારા સામુહિક આરોગ્ય કેન્દ્રમા દાખલ સગર્ભા મહિલાને વધુ સારવાર માટે એસ.એસ.જી વડોદરાની હોસ્પિટલમા લઈ જતાં એમ્બ્યુલન્સ માજ સફળ પ્રસુતિ કરાવી..

ગરદન ફરતે નાળ વિટાયેલી બાળકને મળયુ નવજીવન, 108 ની ટીમે એબ્યુલન્સ માંજ સફળ પ્રસૂતિ કરાવી

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ તાલુકાના કોલાવણા ગામે નવીનગરીમાં રેહતા સુરેખાબેન રાઠોડ જેઓને હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાંજ પ્રસવ પીડાનો દુખાવો અસહ્ય બન્યો હતો તયારે વડોદરા પહોચવામા હજુ ૫૦ કિલોમીટરનું અંતર હોવાથી દવાખાના સુધી પહોચી શકાય તેવી પરિસ્થતિ ન હોવાથી ૧૦૮ ના ઈ.એમ.ટી પ્રદીપ હડિયોલ પાઇલોટ મુકેશ માછી દ્ધારા સમય સુચકતા વાપરીને એમ્બ્યુલન્સ માજ સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી માનવતા મહેકાવી હતી. સુરેખાબેનને ડોક્ટરની સલાહ મુજબ અોકસિજન અને ઇનજેકસન તેમજ બોટલ ચડાવેલ મહિલાને સ્વસ્થ પુત્રનો જન્મ થયો હોવાથી પરિવારમા ખુશી વ્યાપી ગઈ હતી. હાલ માતા અને બાળક ની તબિયત નોર્મલ છે. મહિલાના પરિવારના સભ્યોઓ એ ૧૦૮ એમ્બ્યુલન્સના ટિમના સર્વે સટાફની કામગીરી બિરદાવી હતી સુરેખાબેન સિકલસેલ અને HBSAG પોઝિટિવની બિમારી હોવાથી ડિલિવરી કરાવવી મુશ્કેલ હતી તેમ છતા ૧૦૮ ના ઇ.એમ.ટી પ્રદિપ હડિયોલ દ્ધારા સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ દરમિયાન સુરેખાબેને પુત્રને જન્મ આપયો હતો માતા અને બાળક તંદુરસ્ત છે. ૧૦૮ દ્વારા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીમા અનેક વાર ૧૦૮ ની ટિમ દ્ધારા સરાહનિય કામગીરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું..

Related Articles

Back to top button