ગણતરીના સમયમાં અપહ૨ણનો ભોગ બનનાર કિશોરને શોધી તેના પરીવારને સોંપતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા અપહ૨ણ / ગુમ થના૨ ઈસમોને શોધવા માટે સુચના આપેલ હોય તથા હાલમાં ગુમ / અપહ૨ણ થયેલ ઈસમો તથા બાળકોને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ ચાલુમાં હોય , જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજા૨ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૦૭૩ / ૨૦૨૨ ઈ.પી.કો. કલમ -393 મુજબનો ગુનો તા .૦૨ / ૦૨ / ૨૦૨૨ જાહેર થયેલ હોય જે ગુના કામે અપહરણનો ભોગ બનનાર કિશોરને શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટરથી કે.પી.સાગઠીયા સાહેબનાઓ દ્વારા પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી ભોગ બનનાર કિશોરને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ભોગ બનનાર કિશોરને ભચાઉ બસ સ્ટેશન ખાતેથી શોધી કાઢી તેનો કબ્જો તેના વાલી વારસને સોંપવામાં આવેલ છે .
ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી કે.પી.સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ . એસ.ડી.બારીયા સાથે એ.એસ.આઇ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પાગી , સામતભાઈ પટેલ , તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાર્થસિંહ ઝાલા , ગૌતમભાઈ સોલંકી , ધર્મેશભાઈ પટેલ તથા અજયભાઇ સવસેટા તથા ગણેશભાઇ ચૌધરી નાઓ દ્રારા કરવામાં આવેલ છે . તા .૦૩ / ૦૨ / ૨૦૨૨