31 મી ડીસેમ્બરની કોમ્બીંગ નાઈટ દરમ્યાન ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સા.અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી આવી બધી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ઉપરી અધિકારી શ્રી દ્વારા ૩૧ મી ડીસેમ્બર નીમીતે કોમ્બીંગ નાઈટનુ આયોજન કરેલ જે ના.રા.દરમ્યાન આજરોજ પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , અંજાર મધ્યે રહેતો ધનજી ઉર્ફે ધનો રામજી ધૂવા અંજાર મધ્યે G.I.D.C મા આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા આવેલ પ્લોટ નં .૧૫ મા આવેલ ઓરડીમા ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી તેના કબ્જાની ઓરડીમાં બનાવેલ ભોયરા માંથી નીચે મુજબના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) ધનજી ઉર્ફે ધનો રામજીભાઇ ધૂવા ( મહેશ્વરી ) ઉ.વ .૨૯ રહે.નગરપાલિકા કચેરી સામે , રામદેવપીર મંદિર સામે અંજાર પ્રોહિનો મુદ્દામાલ આપી જનાર આરોપી :
( ૧ ) મનુભા વિઠુભા વાઘેલા રહે પડાણા કબ્જે કરેલ પ્રોહિ મુદામાલ :
( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ -૧૦૮૦ કિ.રૂ .૩,૯૬,૩૦૦ /
( ૨ ) બીયરના ટીન નંગ -૧૨૦૦ કિ.રૂ .૧,૨૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ .૫,૧૬,૩૦૦ / –
( ૩ ) રીક્ષા રજી.નં GJ – 12 – AY – 0135 કિ.રૂ .૧,૦૦,૦૦૦ /
કુલ્લે કિ.રૂ .૬,૧૬,૩૦૦ / – ગુનાહિત ઈતિહાસ મજકુર વિરૂધ્ધ અગાઉ અંજાર પો.સ્ટે ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૩૨૧૦૨૦૬/૨૦૨૧ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા