गुजरात

ગુજરાતમાં જાણો ક્યાં ક્યાં અને ક્યાર સુધી ગાઢ ધુમમ્સ સાથે પડશે કમોસમી વરસાદ

અમદાવાદ: ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર થઇ રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે જ કમોસમી વરસાદ કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસર સાથે જ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે.

ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદર કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટી જશે. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

Related Articles

Back to top button