गुजरात

ધાનેરા પાલિકા માં પૈસા ખૂટી ગયા કે શુ મૃત્યુ પામેલા માણસો ની પાવતી ફાડે છે

ધાનેરા નગરપાલિકા એ ગરીબોને લૂંટવાનું શરૂ કર્યુ

ધાનેરા

પારસ રાઠોડ

કોરોના ગાઈડ લાઇન ના ધજીયા ઉડાવનાર મોટા વેપારી ને 200 રૂપિયા દંડ તો સામાન્ય લારી પર માસ્ક સોશિયલ ડિસ્ટનસ સાથે ગુજરાત ચલાવતા ગરીબ વેપારીને 400 રૂપિયા દંડ

ગરીબ લારી ગલ્લાવાળાઓને હેરાન કરી દંડ વસૂલકરનાર ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામે જિલ્લા કલેકટર સાહેબ શ્રી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે

જ્યારથી કોરોના નો કેર શરૂ થયો ત્યારથી લોકો નું જીવન ખૂબ જ અસ્ત-વ્યસ્ત બની ગયું છે લોકોને પોતાનું ગુજરાન ચલાવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયુ છે ત્યારે સામાન્ય લારી પર વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો સામે આજે નગરપાલિકાએ દંડ વસૂલી માનવતા મરી પરવારી હોય તેવો ઘાટ ઘડ્યો છે અને ગરીબ પરિવારો પાસે જે દિવસના 200 રૂપિયા કમાઈ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા તેવા વેપારીઓ પાસેથી 400 રૂપિયા દંડ વસૂલી ગરીબો ની મુશ્કેલી માં વધારો કર્યો છે

ધાનેરા હોટેલ શિવ પેલેસ નો માલિક કૈલાસ ગોપાલી જે કોરોના ના કપરા કાળમાં પણ કોરોના ગાઈડલાઈન ના ધજીયા ઉડાવે છે અને જાણે સ્થાનિક તંત્રને પોતાના ગજવામાં રાખતો હોય તે રીતના રોફ જમાવે છે અને ખુલ્લેઆમ કોરોના ગાઈડ લાઇન નું ઉલ્લંઘન કરે છે આ બાબતને લઈ ધાનેરા નગરપાલિકા માં દસ કરતાં વધુ વખત જાણ પણ કરવામાં આવી છે છતાં પણ નગરપાલિકાના ફાટીને ધૂમાડે ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે આજે મોડે મોડે નગરપાલિકા તંત્ર જાગ્યું હતું અને કૈલાસ ગોપાલી ત્યાં આવી માત્ર 200 રૂપિયાનો દંડ ફટકારી કાર્યવાહી કરવાનું નાટક કર્યું હતું ….. અને તે બાદ નગરપાલિકાના કર્મચારીઓ એ પોતાનો રોષ લારી-ગલ્લા પર ઠાલવ્યો હતો અને સામાન્ય લારી-ગલ્લા પર મજૂરી કરનાર લોકો પાસેથી 400 – 400 રૂપિયા દંડ વસૂલ્યો હતો ત્યારે ધાનેરાના લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો કર્મચારીઓ અને અધિકારીઓ સત્તાની લાલચમાં ગરીબોને ભૂલી ગયા છે અને ગરીબોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે ત્યારે આવા નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ને જિલ્લા કલેકટર સાહેબ શ્રી પાઠ ભણાવે તેવી માંગ ઉઠી રહી છે …. ગરીબ લોકો કોરોના ના કપરા કાળ માં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે વિવિધ દાતાઓ દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવી રહી છે પરંતુ ધાનેરા નગરપાલિકા લોકોને મદદ કરવાના બદલે ગરીબ લોકો પાસેથી દંડ વસૂલી લોકોનું જીવવું મુશ્કેલ કરે છે ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સત્તાધીશો સામે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાહેબ શ્રી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે

Related Articles

Back to top button