AMC સામાન્ય સભા: વિપક્ષ નેતા વગરની સભામાં કૉંગ્રેસ કાઉન્સિલર બની રહ્યા છે હાસ્યનું પાત્ર
અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પદનું કોકડું ઉકેલવાના બદલે વધુ ફસાયું છે . ફરી એકવાર અમદાવાદ મહાનગર પાલિકાના (AMC) ચૂંટાયેલા કોંગ્રેસ કાઉન્સિલર પ્રભારી ડો રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર મુલાકત કરી હતી. ૨૪ માંથી ૧૪ કાઉન્સિલર એક થઇ ઝડપથી વિપક્ષ નેતા પસંદગી કરવા માંગ કરી હતી . કોંગ્રેસ ફરી એકવાર ઉકાળતા ચરૂ જેવી સ્થિતિ નિર્માણ પામી છે .
કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે મુલાકાત બાદ પૂર્વ વિપક્ષ નેતા કમળાબહેન ચાવડાએ જણાવ્યુ હતુ કે, આ એક શુભેચ્છા મુલાકાત હતી. પરંતુ જ્યારે પ્રભારી ગુજરાતમાં હોય અને અમદાવાદમાં હોય જેથી ૧૪ કાઉન્સિલરો એક સાથે મળવા પહોંચ્યા છીએ. પ્રભારી શર્માને રજૂઆત કરી છે કે, મહાનગરપાલિકાના ૧૦ મહિનાથી વિપક્ષ નિમણૂક થઇ નથી. આગામી ટુંક સમયમાં બજેટ સત્ર આવી રહ્યું છે . હાલ એએસમી સામાન્ય સભામાં કોંગ્રેસ કાઉન્સિલર હાસ્યનું પાત્ર બની રહ્યા છે . એએસમીને વિપક્ષ નેતા ન હોવાથી મેયર પણ સામાન્ય સભા ઝડપથી પૂર્ણ કરી નાંખે છે .
વધુમા કમળાબહેન ચાવડાએ જણાવ્યુ હતુ કે, પ્રભારી અને પ્રમુખે ઝડપથી નિર્ણય થવાનું બાંહેધરી આપી છે . આગામી બે ચાર દિવસમાં બાદ તમામ કાઉન્સિલર વન ટુ વન સાંભળવાની તૈયારી બતાવી છે . પાર્ટીમાં જૂથવાદ નથી . દરેક કાઉન્સિલરો પોતાની રીતે રજૂઆત કરતા હોય છે . આજે અમે ૧૪ કાઉન્સલરો રજૂઆત કરવા પહોંચ્યા છીએ .
નોંધનિય છે કે, ૨૦૨૧ યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામ બાદ ૧૦ મહિના વીતી ગયા છતા વિપક્ષ નેતા પસંદગી કરવામાં આવી નથી . હાલ વિપક્ષ નેતા પદ માટે બે ગૃપ આમને સામને આવી ગયા છે . ઇકબાલ શેખ , શેહઝાદ ખાન પઠાણ , કમળાબહેન ચાવડા , અને રાજશ્રી કેસરી રેસમાં જોવા મળી રહ્યા છે.