પત્રકારો પર થતા હુમલા અને ખોટી ફરિયાદો થતી અટકાવવાની માંગ સાથે બોટાદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.!
Anil Makwana
બોટાદ
રીપોર્ટર – રાઠોડ પ્રકાશ
બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રતિનિધિઓ દ્વારા બોટાદ કલેકટર શ્રી ને આવેદન પાઠવી જણાવેલ છેકે ગુજરાત મા ઠેક ઠેકાણે કાળાબજારિયાઓ, બુટલેગરો, રાજકીય ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓ પોતાના પાપ કુકર્મો છુપાવવા માટે સત્તાધારીઓની આંગળીઓ પકડી અધિકારીઓ પર દબાણ લાવી ખોટી ફરિયાદો ધમકીઓ અને ગુંડાગીરી કરવાની ઘટનાઓ અનેક જિલ્લાઓમાં બની છે ત્યારે બે નંબરના ધંધા કરતા તત્વોને કડક હાથે ડામવા માટે સરકાર શ્રી પોલીસ તંત્રને આદેશ કરે તેમજ આવા ગુંડા તત્વો ના માધ્યમથી પત્રકારો પર ગુંડાગીરી કે ખોટી ફરિયાદો કરવામાં ન આવે તે અંગે સરકારશ્રી તાકીદે દરેક જિલ્લા પોલીસ તંત્રને આદેશ કરે તેવી માંગ કરવામાં આવી હતી.! પત્રકાર એકતા સંગઠન આવા બે નંબરના ધંધા કરતા પત્રકારોને ક્યારેય મદદરૂપ નથી થતું લોકશાહી બચાવવા આગામી સમયમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા પત્રકારોને રક્ષણ પૂરું પાડવામાં આવે તેમજ ગુંડા તત્વોને ઝબ્બે કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી સરકાર સુધી રજુઆત પહોચાડવા માટે ગુજરાત પત્રકાર એકતા સંગઠન દવારા દરેક જીલ્લામા આવેદન પત્ર આપવામા આવી રહયાં છે ત્યારે બોટાદ જીલ્લાના પત્રકાર એકતા સંગઠન દવારા બોટાદ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.!