બની બેઠેલા પત્રકારને છેડતીના ગુનામાં પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨૧૧૧૨૩/૨૦૨૧ ઈ.પી.કો.કલમ -૩૫૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ નો ગુનો ગઇ કાલ બનેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગુના કામે અટક કરવામાં આવેલ અને તે પૈકીનો આરોપી આમદ આદમ બાપડા ઉ.વ .૩૦ ધંધો.પત્રકાર રહે . તુણા તા.અંજાર રહે.આશાપુરા સોસાયટી મ.ન .૮૮ સીલ્વર ટાવરની બાજુમાં કિડાણા તા.ગાંધીધામ વાળો પોતે KNP NEWS મા રિપોર્ટર હોવાનું જણાવેલ તથા તેનો સબંધી સુલતાન સાલેમામદ મથડા ઉ.વ .૨૦ ધંધો.મજૂરી રહે.મફતનગર દબડા તા.અંજાર વાળાને આમ બની બેઠેલા પત્રકાર તથા તેના સબંધીને છેડતીના ગુનામા અટક કરી નામદાર અંજાર કોર્ટમાં રજૂ કરતા આરોપીઓને ગળપાદર જેલ હવાલે કરવામા આવેલ .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) આરોપી આમદ આદમ બાપડા ઉ.વ .૩૦ ધંધો.પત્રકાર રહે . તુણા તા.અંજાર રહે.આશાપુરા સોસાયટી મ.ન .૮૮ સીલ્વર ટાવરની બાજુમા કિડાણા તા.ગાંધીધામ
( ૨ ) સુલતાન સાલેમામદ મથડા ઉ.વ .૨૦ ધંધો.મજૂરી રહે.મફતનગર દબડા તા.અંજાર
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા