વીરાંગના સ્પેશિયલ સ્કવોડે સાત જણને દારૂ પીને ખેંગારજી પાર્ક માં ફરતા પકડયા
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તા . ૨૮/o૫ / ૨૦૨૧ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ દ્વારા માહ – એપ્રિલ -૨૦૨૧ થી ભુજ શહેર ‘ એ ‘ , ‘ બી ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા. તેમજ બાળકો અને સિનીયર સીટીજનની સુરક્ષા તથા તેમને મદદ ત્વરીત મળે તે સારૂ વિરાંગના સ્પેશિયલ સ્કોડની રચના કરેલ છે . જે વિરાંગના સ્પેશિયલ સ્કોડ દ્વારા રોજે – રોજ કામગીરી કરવામાં આવે છે . સિનીયર સીટીજનને બેન્ક તેમજ તબીબી સેવા માટે જરૂરીયાતમંદને સરકારી મોટર સાઈકલ પર સાથે લઈ જઈ સુવિધા પુરી પાડવી , તેમજ મહિલા – બજાર , માર્કેટ તથા મંદીરે જતા , પાર્કમાં સુરક્ષા અનુભવે તે સારૂ મોસા પેટ્રોલિંગ કરે છે . ગઈ કાલ તારીખ . ૨૮ / ૦૫ / ૨૦૨૧ ના રોજ વહેલી સવારે વિરાંગના સ્પેશિયલ સ્કોડને માહિતી મળતા ખેંગાપાર્ક ગાર્ડનમાંથી સાત વ્યક્તિઓને નશાની હાલતમાં પકડી પાડેલ છે . તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ ના સવારના કલાક .૦૬ / ૦૦ થી કલાક ૦૮/૦૦ દરમ્યાન વિરાંગના સ્પેશિયલ સ્કોડના બે મહિલા કર્મચારી નામે WLRPC- રમીલાબેન બાબુલાલ શાહુ તેમજ WLRPC ભાવનાબેન ધનજીભાઈ બરાડીયા નાઓ મંદીર તેમજ ખેગારજી પાર્કમાં ફુટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખેંગારજી પાર્કમાં સાત ઈસમો દારૂ પીધેલી હાલમાં મળી આવેલ જેઓને કંટ્રોલમાં વધુ લખાવી ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ તેમજ તેઓ વિરૂધ્ધ ભુજશહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહિ . ગુ.ર.નં. ૧૦૯૭/૨૦૨૧ થી ૧૧૦૩/૨૦૨૧ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
( ૧ ) મંગલસિંહ મનુભા સોઢા , ઉ.વ .૪૨ , રહે.હમીરસર તળાવ ફુટપાથ પાસે ભુજ .
( ૨ ) જીવણ ના રણભાઈ મદારી , ઉ.વ .૩૦ , રહે.ભુજોડી તા.ભુજ( ૩ ) રણજીતસિંહ સંગ્રામજી જાડેજા , ઉ.વ .૩૫ , રહે.ભુજ ( ૪ ) ખેતસિંહ સામજી મારવાડા , ઉ.વ. ૨૧ , રહે.ભિડનાકા બહાર , સિતારા ચોક.ભુજ ( ૫ ) સલીમ સાલેમામદ જમાદોર , ઉ.વ .૩૩ , રહે . સેજવાળા માતમ , ભુજ ( ૬ ) ગાભાભાઈ હાસમભાઈ કોલી , ઉ.વ .૪૦ , રહે.જુના લોરીયા તા.ભુજ . ( ૭ ) બાબુ કાનજી મહેશ્વરી , ઉ.વ .૫૫ રહે.નવી રાવલવાડી તા.ભુજ
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
WLRPC- રમીલાબેન બાબુલાલ શાહ
WLRPC- ભાવનાબેન ધનજીભાઈ બરાડીયા