गुजरात

96 ટકા સંક્રમિત ફેફસા છતા ગોધરાના 52 વર્ષીય મહિલાએ હિંમતભેર આ રીતે આપી કોરોનાને મ્હાત

ગોધરા: ફેફસામાં કોરોના સંક્રમણથી કેટલા હદે પ્રભાવિત થયા છે તે જાણવા કરાતા એચઆરસીટી ટેસ્ટમાં સ્કોર સહેજ વધુ આવે તે સાથે લોકો ગભરાઈ જાય છે. જોકે, આ સ્કોર વધુ હોવા છતાં સમય પર યોગ્ય તબીબી સારવાર મળવાથી રિકવરી શક્ય છે અને સંખ્યાબંધ દર્દીઓ તે રીતે સાજા થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ સરકારી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નર્સિંગ સ્કૂલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ્સમાં પણ આવા દર્દીઓ ડોક્ટર્સની સારવાર, સહાયક સ્ટાફ અને પરિવારજનોની હૂંફથી સાજા થઈ ઘરે જઈ રહ્યા છે. આવા જ એક પેશન્ટ રક્ષાબેન સુથાર 18 દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ સ્વગૃહે પરત ફર્યા છે.

ગોધરાના સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. ઈશાન મોદીએ જણાવ્યું કે, ગોધરાના 52 વર્ષીય રક્ષાબેન 1 મે, 2021ના રોજ એડમિટ થયા ત્યારે તેમનો એચઆરસીટી સ્કોર 24 હતો. એસપીઓટુ 70 અને ક્યારેક 50 સુધી ડ્રોપ થતું હતું, સીઆરપી 140, ડીડાઈમર 5000 અને ફેરેટીન 2,000 સુધી પહોંચ્યું હતું. એડમિટ કરતા સાથે તેમને પ્રતિ મિનિટ 15 લિટર ઓક્સિજન એનઆરબીએમ પર આપવાનો શરૂ કર્યો હતો. દર્દીની સ્થિતિ ક્રિટીકલ હતી પરંતુ તેમને માનસિક ધરપત આપી રેમડેસિવીર, સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટીક, સ્ટેરોઈડ સહિતની દવાઓ- સાથે સારવાર શરૂ કરવામાં આવી હતી. અઠવાડિયા સુધી તેમની સ્થિતિ સ્થિર રહ્યા બાદ સુધાર થવાની શરૂઆત થઈ હતી અને હવે ઓક્સિજન સપોર્ટ વગર એસપીઓટુનું લેવલ 94 સુધી જળવાઈ રહ્યું છે. આજે બ્લડ સહિતના રિપોર્ટ નોર્મલ આવતા તેમને રજા આપવામાં આવી છે.

Related Articles

Back to top button