માનવ. સેવા. એજ. પ્રભુ. સેવાને સાર્થક કરતા રાપર તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ કુંભાભાઈ દશાણી
રાપર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માનવ. સેવા. એજ. પ્રભુ. સેવાને સાર્થક કરતા રાપર તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ કુંભાભાઈ દશાણી સેવાના ભેખધારી પલાસવા આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે નાસ્તો. ચા-પાણી. બપોરનું ભોજન. સાંજનું ભોજન અને ફ્રૂટ તેમના દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત દરેક દર્દીને સાથે આવનાર ને ભોજન નાસ્તો પણ આપીને પોતાની સેવાકીય ફરજ નિભાવી રહ્યા છે અને દવાખાનામાં દાખલ દર્દીઓની સાર સંભાળ પણ કરે છે. તે ઉપરાંત કોઈ પણ જ્ઞાતિ-જાતિ જોયા વગર વધારે સારવાર માટે ભુજ જવું હોય તો પોતાની ગાડી લઇને જાય છે અને ગરીબ માણસને આર્થિક સહાય પણ કરે છે કોઈ માણસને દવાખાને એડમિટ થવું હોય તો પોતે સાથે ચાલીને દવાખાનામાં એડમિટ કરવા માટેની પણ મદદ કરે છે કોઈ માણસને રેમડેસીવીર ઇંજેક્શન, ઑક્સિજન બોટલ લેવા માટે પણ પોતે જાય છે ખરેખર આવા સમાજસેવક ને ગ્રામજનોએ બિરદાવવા જોઈએ પલાંસવા ગામમાં આ ભાઈએ બીજા પણ ઘણા સેવાના કામો કર્યા છે નર્મદા પાણી માટે સતત પ્રયત્નશીલ અને ગામમાં સાર્વજનિક જગ્યાએ પાણી પીવા માટે પાણીના 100 લીટરના ગંઢા તેમના દ્વારા મુકવામાં આવ્યા છે અને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં તેમનો ખૂબ મોટો સિંહ ફાળો હોય છે