
આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ નગરપાલિકા ની ચૂંટણી ને લઈ આમોદ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી જોર શોર થી પ્રચાર માં લાગી પડી છે .આજ રોજ આમોદ ઉવેશ પાર્ક ખાતે 1 મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મણતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા કાકુજી ની વાડી ખાતે થયેલ મીટિંગ ને લઇ ને BTP અને ઑવેસી ની પાર્ટી ને કોંગ્રેસ ના જિલ્લાના હોદ્દેદારો એ BTP ને ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ કહી,આવા પક્ષને સીઝનમાં ફણગા ફૂટે છે અને પછી ખોવાઈ જાય છે તેવા આક્ષેપો કરતાં.આજ રોજ આજની આ મીટિંગ મા આમોદ શહેર BTP પ્રમુખ તોસિફ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા,અને કીધું હતું કે જો કોંગ્રેસ માં હિમ્મત હોય તો તેઓ આમોદ નગરમાં વિકાસ ના કામો પર વોટ માંગી બતાવે,આખા ગામમાં કોંગ્રેસે અંધારપટ કરી રાખ્યું છે. આખા ગામમાં સ્ટેટ લાઈટો ના ઠેકાણાં નહીં. જ્યાં ત્યાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે. આમોદ નગર ઠેર ઠેર ગંદકી નું સામ્રાજય બની ગયું છે.12 વરસો થી આમોદ નગરપાલિકા માં કોંગ્રેસ નું શાસન છે અને 12 વર્ષ ના શાસન દરમિયાન કોંગ્રેસે ફકત અને ફક્ત રોડ તોડો અને રોડ બનાવો સિવાય બીજો કોઈ વિકાસ કર્યો નહિ જે તમને ગામમાં કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ના ધુમાડા જ કાઢ્યા છે, કોઈ એક પણ આમોદ નગરપાલિકા નું એવું કામ નહીં જેને જોઈને આમોદ નગરની કહી શકે કે આમોદ નગરપાલિકા એ આ એક કામ સારું કર્યું છે. વધુમાં આમોદ નગરમાં બનેલ શોપિંગ સેન્ટર વિસે પણ કહ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ બીજું શોપીંગ પણ આગણ ના બનાવેલ શોપિંગ ની જેમ મફતમાં લોકો જ વાપરવાના છે. આ સિવાય ઘણા બધા આક્ષેપો કર્યા હતાં.BTP ની ટિમ જનતા વચ્ચે જઈ આમોદ માં નગરપાલિકા મા એક મોટી પાર્ટી બનીને તમામ 6 વોર્ડ માં વધું વધું સીટ લાવી ને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી નો સફાયો કરી આગણ વધીસુ. તેવું કહ્યું હતું. આ મિટિંગ માં ઉપસ્થિત આમોદ શહેર BTP પ્રમુખ તોસિફ ડેલાવાળા,માજી આમોદ તાલુકા પ્રમુખ વિષ્ણુ ભાઈ વસાવા,જિલ્લા લઘુમતી પ્રમુખ ઇલયાસ ભાઈ મન્સૂરી,આમોદ શહેર મહામંત્રી ત્રિભોવન ભાઈ સોલંકી,BTP ના આગેવાન બસીર ભાઇ પટેલ અને દરેક વોર્ડ માંથી આવેલ કાર્યકતા ઉપસ્થિત રહ્યાં હતાં.