गुजरात

અમદાવાદ: માસ્ક અંગે દંડ માંગતા મહિલાએ પોલીસને લાફો ઝીંક્યો અને પતિએ ફેંટ મારી

અમદાવાદ : માસ્ક ના પહેરવા બદલ પોલીસની દંડાત્મક કાર્યવાહી જાણે કે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, માસ્ક નો દંડ ઉઘરાવતી વખતે પ્રજા અને પબ્લિક વચ્ચેના ઘર્ષણનાં બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા શહેરના નવરંગપુરા વિસ્તારમાં માસ્કના દંડ મામલે માથાકૂટ થતાં પોલીસ કર્મીએ મહિલાને બે લાફા મારી દીધા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો વળી પ્રહલાદનગર પાસે માસ્કનો દંડ ઉઘરાવતા સમયે એક દંપતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયું અને પોલીસ કર્મીને મહિલાએ લાફો ઝીંકી દીધો તો યુવકે ફેંટ મારી દીધી હતી.

એન ડિવિઝન ટ્રાફિક પોલીસ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ઓનલાઇન મેમોની કામગીરીમાં હતી ત્યારે કોર્પોરેટ રોડ તરફથી એક કાર ચાલક એસ. જી. હાઈ વે તરફ આવ્યો હતો. જોકે, કારચાલક ડ્રાઇવરની બાજુમાં બેઠેલી મહિલાએ મોઢા પર માસ્ક કે કોઈ કપડું બાંધેલ ના હોવાથી પોલીસએ તેને રોકતા જ તેને ગાડી ઊભી રાખી ઉશ્કેરાઈ જઈ ને પોતે પહેરેલુ માસ્ક કાઢી ગાડીમાં નાંખીને બહાર નીકળ્યો હતો. અને તમે તો અહી લુંટવા જ ઊભા છો તેમ કહીને બૂમો પાડી ને બોલવા લાગ્યો હતો.

આ દરમિયાન તેની બાજુમા બેઠેલી મહિલા પણ બીભત્સ ગાળો બોલવા લાગી હતી. પોલીસે તેને દંડ ભરવા માટે સાઈડમાં આવવાનુ કહેતા જ તે ઉશ્કેરાઈ ગઈ હતી. અને લોકરક્ષક અતુલભાઈને લાફો મારી દીધો હતો. જ્યારે કાર ચાલકે પણ તેમની સાથે ઝપાઝપી કરી મારી બહુ ઊંચી પોસ્ટ છે તેમ કહીને ફેંટ મારી દીધી હતી. જેમાં અતુલભાઈના યુનિફોર્મની નેમ પ્લેટ અને ચશ્મા પણ તૂટી ગયા હતા.

Related Articles

Back to top button