દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ.
કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકારમાં ખેડૂતો ખેતી કરવામાં આત્મહત્યા. દેવાના દાસ બની ત્રાંહીમામ પોકારી રહ્યા છે. તેમજ મુશ્કેલી નો સામનો કરી રહ્યા હોય ત્યારે ખેડૂતો પોતાની માંગણીઓ માટે સરકાર સામે ઉગ્ર આંદોલન કરવા મેદાને ઉતરી આવ્યા છે.
કેન્દ્રીય ભાજપની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકાર ખેડૂતોની માંગણીઓ નહિ સ્વીકારતા ખેડૂતો મેદાને ઉતરી આવ્યા અને ભારત બંધનુ એલાન ૦૮. ડિસેમ્બર ૨૦૨૦.ના રોજ આપતા દહેગામમાં સંપૂર્ણ બજારો બંધ રાખવામાં આવ્યા હતા. અને વેપારીઓને ખેડૂતોના સમર્થનમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી ગુજરાતના ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ સમર્થનમાં દહેગામ તાલુકા કોગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસમાં ચુંટાયેલા સદસ્યગણ જોડાયા હતા. ત્યારે દહેગામ પોલીસે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ. દહેગામ નગરપાલિકાના વિપક્ષ નેતા રાજુભાઈ પઠાણ. મહિલા કોગ્રેસ. યુવા કોંગ્રેસ. સેવાદળ કોગ્રેસ સહિતના હોદ્દેદારો અને કાર્યકતાઓને દહેગામ પોલીસ અટકાયત કરી. મુક્ત કર્યા હતા.