આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા આમોદ નાયબ મામલતદારને વેપારીઓનું આવેદનપત્ર.
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક.
આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી તેમાં આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ વધારવા માટે આજ રોજ આમોદનગર ના વેપારી એસોસિએશન દ્વારા આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આમોદ નગરએ ૫૪ ગામડાને જોડતું તાલુકા મથક છે.જેમાં આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી તેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે આમોદ વેપારી એસોસિએશને માંગ કરી હતી.આમોદમાં ખાનગી એક પણ નર્સિંગ હોમની સેવા ઉપલબ્ધ નથી જેથી આરોગ્ય કેન્દ્ર લોકો માટે મહત્વનું છે. અને આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક તબીબ તેમજ ડેન્ટિસ્ટ તબીબની જગ્યા ખાલી હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ના મળતા લોકોને દૂર જવું પડતું હોય છે. જેથી લોકોનો આર્થિક તેમજ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. જેથી સામુહિક કેન્દ્રનું વિસ્તરણ કરી લોકોને સુવિધાઓ વધારવા માંગ કરવામાં આવી હતી. આ નિમિતે વેપારી એસોસિએશનના પ્રમુખ નયન પટેલ,સુલતાન ખત્રી, વિજય પટેલ,સમદ પટેલ,મહેશ ભાઈ કાપડિયા, હસન શેરભાઈ, રાકેસ ભાઈ મરાઠા આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ આમોદ ગુરુકુળના ડી.કે.સ્વામી કોંગ્રેસના અગ્રણી મહેબૂબ કાકુજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.