गुजरात

હાથરસમાં દલિત દીકરીને ન્યાય અપાવવા આમોદમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનું મામલતદારને આવેદનપત્ર આપ્યું

દલિતો ઉપર અત્યાચાર બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા.

આમોદ

રિપોર્ટર – જાવેદ મલેક

ઉત્તરપ્રદેશ ના હાથરસમાં દલિત સમાજની દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરી મોતને ઘાટ ઉત્તરનાર નરાધમો સામે સખત કાર્યવાહી કરવા આમોદના અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘે આજ રોજ ભારતના રાષ્ટ્રપતિ ને સંબોધી આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ઉત્તરપ્રદેશ ના હાથરસમાં દલિત સમાજની દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરી તેની કરોડરજ્જુ તોડી નાખી જીભ પણ કાપી નાખી નરાધમોએ અમાનુષી અત્યાચાર કર્યો હતો. જે બાબતે આમોદના વાલ્મિકી સમજમાં રોષ ફાટી નીકળ્યો હતો. મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ડૉ. બાબા સાહેબ આંબેડકર અમર રહો દલિતો ઉપર અત્યાચાર બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અવારનવાર અનુસુચિત જાતિ તેમજ જનજાતિ સમાજ ઉપર કહેવાતા સવર્ણ સમાજ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે. જેથી અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ સમાજ પોતાના હક અધિકાર અને રક્ષણ મળી રહે અને મુક્ત રીતે હરિફરી શકે તેવું વાતાવરણ બનાવવાની બંધારણીય ફરજ છે. ત્યારે દલિત સમાજ ઉપર વારંવાર કરવામાં આવતા અમાનુષી અત્યાચાર કરતા તત્વો સામે સખત કાર્યચી કરી દાખલો બેસાડવા માંગ કરવામાં આવી હતી.દલિત સમાજના આગેવાનો હીરાભાઈ સોલંકી,ત્રિભોવન સોલંકી, મનહર સોલંકી ,અરવિંદ સોલંકી વિગેરેએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Related Articles

Back to top button