गुजरात

જામનગર: રાજાશાહી વખતની આયુર્વેદ સંસ્થાનને આજે મળશે રાષ્ટ્રીય દરજ્જો

જામનગર: આજે ધનતેરસ અને આયુર્વેદ (Ayurveda Day 2020) દિવસના પાવન અવસરે જામનગરમાં રાજશાહી વખતની આર્યુવેદ સંસ્થાન ને રાષ્ટ્રીય દરજ્જો મળવા જઈ રહ્યો છે. દિવાળી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ખાસ જામનગરના આર્યુવેદ સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો આપવાના છે. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી એવા રાજેશ કોટેચાસંસ્થાના વાઇસ ચાન્ચેલર રહી ચૂક્યા છે. આ પ્રસંગે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “જામનગરને જ દરજ્જો મળશે તે આયુષના ક્ષેત્રમાં રાષ્ટ્રીય દરજ્જો મળ્યો હોય તેવું પ્રથમ સંસ્થાન હશે. રાષ્ટ્રીય દરજ્જાના સંસ્થાન માટે સંસદમાં તેનું બિલ પસાર થયું છે. જે એક્ટ બાદ જેવી રીતે IIM, IITનો જે દરજ્જો હોય છે, તે લેવલનું સ્ટેટસ આ આયુર્વેદ સંસ્થાનને મળવા જઈ રહ્યું છે.”

રાષ્ટ્રીય દરજ્જો મળવાનો અર્થ શું?

આ મામલે રાજેશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય દરજ્જો મળવાનો અર્થ એવો થાય કે આ સંસ્થાને પોતાના સિચર્સ, એકેડેમિક પ્રવૃત્તિ સહિત બધા કાર્ય કરવા માટે પૂરી સ્વતંત્રતા મળશે. આ લોકો પોતાની ડીગ્રી અને પોતાના કોર્ષિસ ચલાવી શકશે. જે રીતે IIT અને IIM તરફથી આપણા દેશમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે એવા બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો મોકો જામનગરની સંસ્થાને મળશે.”

Related Articles

Back to top button