આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
સરકારે અનલોક જાહેર કર્યા પછી આમોદ નગર સહિત પંથકમાં કોરોના કેસમા ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં સંક્રમિત થવાનો એક ભય ઉત્પન્ન થયો છે.આમોદમાં પણ કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સ્થિતિ લાગી રહી છે. ત્યારે લોકો પોતે જ જાગૃત નાગરિક બની સરકારી આદેશોનું પાલન કરે તો કોરોનાથી બચી શકાય તેમ છે.આમોદ નગરમાં આજે બે મહિલાઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જેમાં શાંતાબેન બેચર માછી ઉ.વ.૫૪ રહે
પટ્રોલ પંપ સામે આમોદ તથા આયેશાબેન મહંમદ પટેલ ઉ.વ.૭૫ રહે. મહાદેવ મંદિર પાસે વાટા ફળિયું આમોદ.જ્યારે આમોદ તાલુકાના આછોદ ગામે સફીક અલીભાઈ ગની. ઉ.વ.૬૦ રહે પોસ્ટ ઓફીસ નજીક આછોદ તા.આમોદ.આમોદ નગરમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે.